Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં નવા 29 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 933 પર પહોંચી


વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે.

વડોદરામાં નવા 29 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 933 પર પહોંચી

વડોદરાઃ  ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ (Corona virus) વડોદરા જિલ્લામાં (vadodra district) નોંધાયા છે. આજે નવા 29 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 933 થઈ ગઈ છે.  તો આજે 11 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. વડોદરામાં ગોત્રી, અકોટા, મકરંદ દેસાઈ રોડ પર કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. 

fallbacks

અત્યાર સુધી 530 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમણના 933 કેસ સામે આવ્યા છે. જેમાંથી 530 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તો આ મહામારીમાં અત્યાર સુધી 42 લોકોના મૃત્યુ પણ થયા છે. 

વડોદરાઃ બોમ્બાર્ડિયાર કંપનીમાં આજે વધુ 35 કર્મચારીઓ ફુડ પોઈઝનિંગનો શિકાર

વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા
વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ જતા અને કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારો સીલ કર્યાં છે. તેમજ આવિસ્તારોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પણ બંધ કરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More