કેતન બગડા/અમરેલી: શ્રાવણ માસ શરુ થતાજ ભગવાન ભોળાનાથને રિઝવવા શિવ ભક્તો અનેક દ્રવ્યોથી પુજા કરતા હોય છે. પરંતુ ભગવાન શિવને જો કોઇ વસ્તુ પ્રિય હોય તો તે છે બિલ્વપત્ર. શ્રાવણ માસ શિવ ભકતો ભગવાન શિવ ને 11,21,51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિશેક કરતા હોય છે. સામાન્ય રીતે બિલ્વપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે. પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં 3,5,6,7,8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્ર થાય છે.
ભગવાન ભોળાનાથને અતિપ્રિય જો કોઇ વસ્તુ હોય તો તે છે બીલીપત્ર શ્રાવણ મહીનામા શંકરભગવાનને બીલીપત્ર ચડાવવાનુ ખુબજ મહત્વ છે. સામાન્ય રીતે આપણે બીલીપત્ર ત્રણ પર્ણ વાળા જોયા છે. પણ ધારી તાલુકાના દીતલા ગામએ ઉકાભાઇ ભટ્ટીની વાડીમા ત્રણ,ચાર,પાંચ,છ,સાત અને આઠ પર્ણ વાળા બીલીપત્રનુ ઝાડ થયુ છે. આવુ ઝાડ ભાગ્યેજ જોવા મળે છે. ખુબજ ઓછા લોકોને ખબર હશે કે ત્રણથી વધુ પર્ણ વાળા બીલીપત્ર થાય છે.
ઉકાભાઇને પુછતા તેઓ પણ ગૌરવ અનુભવે છે. વળી ઉકાભાઇ શિવજીના પરમ ભકત પણ છે. ઉકાભાઇની વાડીમાથી આ બીલીપત્રો સોમનાથ મંદિર, કંકાઇ મંદિર, બાણેજનાં મંદિરે તેમજ બાજુમા આવેલ ભુતનાથ મહાદેવના મંદિરે અને આવા તો અનેક સુપ્રસિદ્ધ મંદિરે શ્રાવણ મહિનામા બીલીપત્રોના પર્ણ લોકો શિવજીને અર્પણ કરવા લઇ જાય છે.
કહેવાય છે કે, રાવણ શિવજીની જ્યારે પુંજા કરતો ત્યારે એકવીસ બીલીપત્રો વાળા પર્ણ શિવજીને અર્પણ કરતો હતો. જો કે અત્યારે આ એકવીસ પર્ણ વાળા બીલીપત્રોનુ ઝાડ દુર્લભ છે. આ ક્યાય જોવા નથી મળતુ. ઉકાભાઇની વાડીમાથી લોકો રોઝના હજારો બીલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા લઇ જાય છે. ઉકાભાઇ શ્રાવણ મહીનામા ફ્રીમા લોકોના ઘરે બીલીપત્રોના પર્ણ મોકલે છે.
આમ શ્રાવણ મહીનામા લોકો દીતલા ગામને જરુરથી યાદ રાખે છે. આ પર્ણ રાજકોટ, જુનાગઢ, અમરેલી, સાવરકુંડલા, જામનગર, મોરબી વગેરે જગ્યાએ મોકલવામાં આવે છે. હવે તો વિદેશમાથી પણ ઉકાભાઇ ભટ્ટી ઉપર ફોન આવે છે અને ઉકાભાઇ પોતાના સ્વખર્ચે લંડન,આફ્ર્રીકા તેમજ કેનેડા જેવા દેશોમા કુરીયર કરી દે છે. આમ શ્રાવણ માસમા ઉકાભાઇની અનેરી સેવા જોવા મળે છે.
લોકો શ્રાવણ માસ પહેલાજ ઉકાભાઇ ને બિલ્વપત્ર પોતપોતાના ગામ કે શહેરમ મોકલી આપવા માટેના ફોન અગાઉથી કરી દે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ઉકાભાઇ પોતાનુ વાડીનું કામ છોડીને લોકોને ગામે ગામ તેમજ અનેક મંદિરોમાં પહોચાડવાનુ કાર્ય કરે છે. તો કોઇ લોકો ઉકાભાઇની વાડીએ રુબરુ આવીને પણ 5,6,7,6,8 અને 9 પર્ણ વાળા બિલ્વપત્રો લઇ જાય છે. લોકો આ બિલ્વપત્રો જોઇને ભાવવિભોર બની જાય છે.
ઉકાભાઇની વાડીએ ભાવનગર,જામનગર,રાજકોટ વગેરે મોટા શહેરોમાથી પણ આ વિષેશ બિલ્વપત્રો લેવા માટે આવે છે. આ સમયમા લોકો માટે નિસ્વાર્થ ભાવે બિલ્વપત્રોનું વિતરણ કરવુ તે એક મોટી વાત છે. ઉકાભાઇના બિલ્વપત્રો સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ સોમનાથ મંદીરમાં દર સોમવારે અભિશેક કરવા માટે મોકલે છે. તો લોકો મુંબઇથી પણ બિલ્વપત્ર માટે ઉકાભાઇનો સમ્પર્ક કરે છે.
શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય છે બિલ્લીપત્ર દ્રારા અભિષેક કરવો. ત્યારે શિવપુરાણ અને અન્ય શાસ્ત્રોમાં પણ આ વાત લખવામાં આવી છે સામાન્યરીતે ભક્તો માત્ર ત્રણ પર્ણ વાળા બિલ્લીપત્રથી શિવપૂજા કરતા હોય છે. પરંતુ પાંચ, છ, સાત, અને નવ પર્ણના બિલ્લીપત્રથી અભિષેક પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાસ્ય છે. લંકાપતિ રાવણે અગિયાર સને એકવીસ પર્ણ વાળા બિલ્લીપત્રથી શિવજીને રિજવવામાં સફળતા મળી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે