Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ : જીતુ વાઘાણીનું પૂતળુ બાળવા જતા 3 મહિલા કોંગ્રેસ કાર્યકર્તા દાઝી

તાજેતરમાં રાધનપુર ખાતે ગુજરાત ભાજપ યુવા સંમેલનમાં જોશમાં આવી જઈ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીને સંબોધી સ્તનપાન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ જીતુ વાઘાણીનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. પરંતુ પૂતળા દહન વખતે આગની ઝાળથી ત્રણ મહિલાઓ દાઝી હતી. 

રાજકોટ : જીતુ વાઘાણીનું પૂતળુ બાળવા જતા 3 મહિલા કોંગ્રેસ કાર્યકર્તા દાઝી

રક્ષિત પંડ્યા/રાજકોટ : તાજેતરમાં રાધનપુર ખાતે ગુજરાત ભાજપ યુવા સંમેલનમાં જોશમાં આવી જઈ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીને સંબોધી સ્તનપાન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ જીતુ વાઘાણીનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. પરંતુ પૂતળા દહન વખતે આગની ઝાળથી ત્રણ મહિલાઓ દાઝી હતી. 

fallbacks

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી દ્વારા કરવામાં આવેલ ટીપણીનો મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ કલેક્ટરને આવેદન આપવા પહોંચી હતી. મહિલા કોંગ્રેસની ટીમ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. તેઓએ જીતુ વાઘણી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે મહિલા કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પરંતુ પૂતળા દહન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. પુતળા દહન દરમિયાન ત્રણ મહિલાને આગની ઝાળ લાગી હતી. પેટ્રોલ છાંટી દિવાસળી મૂકતા આગની ઝાળ મહિલાના હાથ પર ચોંટી હતી. જોકે, સદનસીબે કોઈ મહિલા ગંભીર રીતે દાઝી ન હતી. 

ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીએ સોનિયા ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરતા બાદમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારી વાતનું અર્થઘટન અયોગ્ય થયું છે. કોઈને પણ એવું લાગ્યું હોય તો મને દિલગીરી વ્યક્ત કરવામાં કોઈ છોછ નથી. કોઈ ને દિલ દુભાવ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More