Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તે રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે.

ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ

જામનગર : ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તે રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની માઠી દશા બેઠી છે. એક તરફ જ્યારે મહાવાવાઝોડુ ગુજરાતને ધમરોળવા તૈયાર બેઠું છે ત્યારે બીજી તરફ એક પછી એક ભુકંપના આંચકાઓ આવી રહ્યા છે. દિવસ દરમિયાન જામનગરમાં ભૂકંપના બે આંચકાઓ આવ્યા હતા. જામનગરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 27 કિલોમીટર દુર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી સાંજે ભૂકંપના આંચકાથી શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

fallbacks

વડોદરા : પોલીસનો પગાર સરકારને પોસાતો નથી એટલે અમારો તોડ કરે છે, કહી શખ્સ રોડ પર સુઇ ગયા

અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે. મોટી ઇમારતોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં પણ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. હાલમાં જામનગર અને આસપાસનાં વિસ્તારોમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. જામનગર ઉપરાંત આસપાસના લાલપુર અને કાલવડમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

સોમનાથના 'મહા' આરતી, કાર્તિકી મેળો માણવા જતા ભાવિકો માટે મહત્વના સમાચાર

ગુજરાતમાં પ્રવેશ સાથે જ 'મહા' પડશે નબળું, દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે આજના દિવસમાં (4 નવેમ્બર) કુલ 3 આંચકાઓ અનુભવાયા હતા. આ સાથે અઠવાડીયામાં કુલ 9 આંચકાઓ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર સહિત દરિયા કાંઠાના પટ્ટામાં છેલ્લા લાંબા સમયથી ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. આ ઉપરાંત એક પછી એક આવતા વાવાઝોડાઓના કારણે પણ નાગરિકો સતત એક ભયના ઓથાર હેઠળ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More