Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છમાં એક જ દિવસમાં ધરતીકંપના 3 આંચકા, 2001 બાદ 2021 મા ફોલ્ટલાઇન ફરી સક્રિય થઇ?

ગુજરાતમાં ધરતીમાં ભૂકંપની કચ્છ ફોલ્ટલાઇન ફરી એકવાર સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે 19 તારીખથી સતત એક પછી એક ધરતીકંપ આવી રહ્યા છે. આ ધરતીકંપની તિવ્રતા પણ રિક્ટર સ્કેલ પર ઘણી વધારે નોંધાઇ રહી છે. આજે કચ્છના દુધઇમાં ધરતીકંપના ત્રણ આંચકા નોંધાયા હતા. એક વહેલી સવારે સાડા સાત વાગ્યે કચ્છના ધોળાવીરામાં 2.0ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. તો બીજી તરફ સાંજે 06.43 વાગ્યે કચ્છના દુધઇમાં બેકટું બેક બે ધરતીકંપના આંચકા આવ્યા હતા. એકની તિવ્રતા 2.5 જ્યારે બીજા આંચકાની તિવ્રતા 2.1 હતી. 

કચ્છમાં એક જ દિવસમાં ધરતીકંપના 3 આંચકા, 2001 બાદ 2021 મા ફોલ્ટલાઇન ફરી સક્રિય થઇ?

અમદાવાદ : ગુજરાતમાં ધરતીમાં ભૂકંપની કચ્છ ફોલ્ટલાઇન ફરી એકવાર સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે 19 તારીખથી સતત એક પછી એક ધરતીકંપ આવી રહ્યા છે. આ ધરતીકંપની તિવ્રતા પણ રિક્ટર સ્કેલ પર ઘણી વધારે નોંધાઇ રહી છે. આજે કચ્છના દુધઇમાં ધરતીકંપના ત્રણ આંચકા નોંધાયા હતા. એક વહેલી સવારે સાડા સાત વાગ્યે કચ્છના ધોળાવીરામાં 2.0ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. તો બીજી તરફ સાંજે 06.43 વાગ્યે કચ્છના દુધઇમાં બેકટું બેક બે ધરતીકંપના આંચકા આવ્યા હતા. એકની તિવ્રતા 2.5 જ્યારે બીજા આંચકાની તિવ્રતા 2.1 હતી. 

fallbacks

શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 19 મી તારીખે સાંજે સવા સાત વાગ્યે સૌરાષ્ટ્રના જામનગરમાં 4.0ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો એટલો તિવ્ર હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો 21 મી તારીખે કચ્છનાં જ ધોળાવીરા વિસ્તારમાં 4.1ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ઓગષ્ટના મહિનામાં જ 3 વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. એ પણ કચ્છની આસપાસના વિસ્તારમાં નોંધાયા છે. 

આશીર્વાદ લેવા વાળા નિકળી શકે તો આપવા વાળા કેમ નહી? ભાજપની બેવડીનીતિ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

આ ધરતીકંપ સુચક હોય તેમ લાગી રહ્યું છે. 2001 માં કચ્છમાં આવેલા ધરતીકંપે સમગ્ર કચ્છને ખતમ કરી નાખ્યું હતું. જો કે છેલ્લા 20 વર્ષમાં કચ્છે વિકાસક્ષેત્રે જાણે હરણફાળ ભરી છે. એક પછી એક ઉદ્યોગો ઝડપથી કચ્છમાં વિકસી રહ્યા છે તો બીજી તરફ નવા નવા ઉદ્યોગો કચ્છમાં આવી પણ રહ્યા છે. જો કે આ 2021 ચાલે છે. ફરી એકવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More