Home> Gujarat
Advertisement
Prev
Next

હળવદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, બુટવાડા ગામે વીજળી પડતા બે ગાયોનાં મોત

હળવદ પંથકમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભારે મેઘાડંબર વચ્ચે શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે તોફાની બન્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે રોદ્ર બનતો ગયો હતો. હળવદ તાલુકામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સવારે 6થી10 દરમિયાન 23 મી.મી વરસાદ પડ્યો હતો. આ તોફાની વરસાદના કારણે રસ્તાઓ જળતરબોળ બન્યા હતા. તો બીજી તરફ તળાવમાં વિજળી પડતા બે ગૌવંશ અને અનેક બગલાઓના મોત નિપજ્યાં હતા. 

હળવદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, બુટવાડા ગામે વીજળી પડતા બે ગાયોનાં મોત

મોરબી : હળવદ પંથકમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભારે મેઘાડંબર વચ્ચે શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે તોફાની બન્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે રોદ્ર બનતો ગયો હતો. હળવદ તાલુકામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સવારે 6થી10 દરમિયાન 23 મી.મી વરસાદ પડ્યો હતો. આ તોફાની વરસાદના કારણે રસ્તાઓ જળતરબોળ બન્યા હતા. તો બીજી તરફ તળાવમાં વિજળી પડતા બે ગૌવંશ અને અનેક બગલાઓના મોત નિપજ્યાં હતા. 

fallbacks

આત્મનિર્ભર બનેલ સુરતના કિન્નરને મળી મોટી ઓફર

મોરબી તેમજ હળવદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. શુક્રવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હળવદમાં સવારે 6થી 8 દરમિયાન જ 23 મી.મી વરસાદ નોંધાયો હતો. 8થી12 વાગ્યા દરમિયાન બીજો 47 મી.મી વરસાદ નોંધાયો હતો. કુલ ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હતી. ઘરની બહાર રહલી નાની મોટી વસ્તુઓ પણ પાણીમાં તણાવા લાગી હતી. 

અમદાવાદ હાઈવે પર ધાડ પાડતી ટોળકી ઝબ્બે, ટ્રકચાલકને બંધક બનાવી ચલાવી હતી લૂંટ

મોરબીમાં પણ વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે 10 વાગ્યા સુધીમાં 3. મી.મી વરસાદ નોંધાયો હતો. જો કે ટંકારા, વાંકાનેર અને માળીયા તાલુકામાં વરસાદ જ નહી હોવાનું ફ્લડ કંટ્રોલના આંકડાઓ પરથી જાણવા મળી રહ્યું છે. હળવદ તાલુકામાં મેઘરાજાની તોફાની ઇનિંગ દરમિયાન બુટવડ ગામે આકાશી વીજળી ત્રાટકતા બે ગૌવંશ અને એક બગલાનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More