Home> Gujarat
Advertisement
Prev
Next

સુરેન્દ્રનગરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 આરોપી સહિત 3ની MD ડ્રગ્સ સાથે ધરપકડ, 17 લાખથી વધુનો માલ ઝડપાયો

સુરેન્દ્રનગરમાં 18 લાખના ડ્રગ્સ સાથે બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો ઝડપાયા છે. ભુજનો વિક્રમ જાડેજા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત નીકળ્યો છે. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી આ શખ્સો ઝડપાયા છે.

સુરેન્દ્રનગરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 આરોપી સહિત 3ની MD ડ્રગ્સ સાથે ધરપકડ, 17 લાખથી વધુનો માલ ઝડપાયો

ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં 18 લાખના ડ્રગ્સ સાથે બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો ઝડપાયા છે. ભુજનો વિક્રમ જાડેજા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત નીકળ્યો છે. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી આ શખ્સો ઝડપાયા છે.

fallbacks

15થી 20 લોકો દારૂગોળા-હથિયાર સાથે આવ્યા છે, સાંજે ફાયરિંગ કરશે, નનામી કોલથી ખળભળાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર SOG પોલીસના સંયુક્ત ઓપરેશનના પગલે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ શિવ સંગાથ એપાર્ટમેન્ટ માંથી શંકાસ્પદ 3 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરેલ 3 વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની પાસે એમ.ડી ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું.

મારો વિરોધ કરનારા રાવણ, રાજકોટમાં બાગેશ્વર બાબાએ કહ્યું મને કેમ મળે છે પડકારો?

પોલીસે 176 ગ્રામ જેટલું ડ્રગ્સ આ 3 ઝડપાયેલા ઈસમો પાસેથી જપ્ત કર્યું છે. ત્યારે આ મુદ્દે તપાસ કરવામાં આવતા આ ઝડપાયેલા ઈસમો લોરેન્સ ગેગના સાગરીત હોવાનું ખુલ્યું છે. આ લોરેન્સ ગેંગના સાગરીતોને ઝડપી પાડવા માટે રાજસ્થાન સરકારે પ્રત્યેક સાગરીતને ઝડપી લેવા 25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે જિલ્લા પોલીસ ને સફળતા મોટી સફળતા મળી છે.

Asaram Case: આસારામના પરિવારની મુશ્કેલી વધશે, હવે ભૂપેન્દ્ર પટેલ છેક સુધી નહીં છોડે!

હાલ ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર ચલાવતા હોવાની પોલીસે પણ શંકા વ્યક્ત કરી છે. હાલ 17.81 લાખનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ રિમાન્ડ માગવાની તજવીજ જિલ્લા પોલીસે હાથ ધરી છે.

જલદી કરજો: ગુજરાતના શિક્ષકોને લઈને સરકારની મોટી જાહેરાત, તક ચૂક્યા તો રહી જશો

ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગના સાગરીતો:- 

  • અક્ષય ડેલુ ( રહેવાસી પંજાબ )
  • વિષ્ણૂરામ કોકડ ( રહેવાસી પંજાબ )
  • વિક્રમસિહ જાડેજા ( ભુજ )
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More