ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: રાજ્યમાં અનેક રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે સવારે (ગુરુવાર) એક દુખદ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. ઇકો કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા ભયાનર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
રીલ બનાવવું ત્રણ યુવાનોને ભારે પડ્યું! 13 કલાકની મહેનત બાદ એક યુવાનનો મૃતદેહ મળ્યો..
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. હરિપર બ્રિજ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ઇકો કાર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે 4 લોકોનો આબાદ બચાવ થયો છે અને નાની મોટી ઈજાઓ પહોંચીછે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
ભાજપે હોદ્દેદારોની વરણીમાં જુગારમાં ઝડપાયેલાને મેયરપદ અને ધોરાજીમાં રિલ્સવાળા પ્રમુખ
પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરીને મૃતકોના મૃતદેહોને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના હાઇ-વે પર અકસ્માતોની એક પછી એક વણઝાર યથાવત રહી છે. ત્યારે આજે વધુ 3 જિંદગી મોતને ભેટી છે.
5 દિવસ ભયંકર વરસાદનું એલર્ટ; 7 રાજ્યોમાં વાવાઝોડા જેવો પવન, ગુજરાતમાં શું થશે અસર?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે