Home> Gujarat
Advertisement
Prev
Next

હતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે

હતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક

રક્ષિત પંડ્યા/રાજકોટ :સંગીત એ શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે અને સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. કોરોના વૈશ્વિક મહામારી (Corona Pandemic) માં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત બને અને મનમાં હતાશા ન છવાઈ તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે.

fallbacks

આ પણ વાંચો : Photos : ગુજરાતના બે ડઝનથી વધુ નેતાઓ કોરોનાના શિકાર બની ચૂક્યા છે, આ છે આખું લિસ્ટ...

મ્યુઝિક ઈન મેડિસીનમાં ડિગ્રી પ્રાપ્ત ગુજરાતના જાણીતા ડોક્ટર પાર્થ ઓઝા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સમય અને રાગ-રાગિણીની અસરથી તૈયાર કરાયેલુ મ્યૂઝિક વગાડવામાં આવે છે. જેનાથી દર્દીમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો, માનસિક શાંતિ, હકારાત્મક ઉર્જાનો અહેસાસ, મીઠી ઉંઘ આવે છે. જે કોઈપણ રોગની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. સવારે સિતારનું મ્યુઝિક સાંભળવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે. સાંજના સમયે બે થી ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટનું સંયુક્ત મ્યુઝિક સાંભળવાથી ઉદ્વેગ કે ચિંતા દુર થાય છે અને રાત્રે વાંસળીનું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે અને દર્દીને ઉંઘ સારી આવે છે. આ સાથે દર્દીઓ પણ ખૂબ સારો પ્રતિભાવ આપતા હોવાનું પીડીયુ મેડિસીન ડિપાર્ટમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર ડો.આરતી ત્રિવેદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી 

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં જે દર્દી સારવાર લઇ રહ્યા છે, તેઓ પોતાના સગા-સબંધીથી દૂર છે, સ્ટ્રેસ અનુભવે છે અને આ સમયે તેમને મ્યૂઝિકથી તેમનો સ્ટ્રેસ દુર થાય છે. મ્યૂઝિકથી તેમનું હિલીંગ થતું હોવાનું તબીબો માની રહ્યા છે. જેથી કોરોના સામે લડવામાં ઘણી મદદ મળે છે. દર્દી ભાવેશ ચાવડાએ કહ્યું હતુ કે, અહીં સવાર બપોર અને સાંજે મ્યૂઝિક થેરાપી આપવામાં આવે છે. જેને સાંભળીને ખૂબ આનંદ થાય છે. જ્યારે અન્ય દર્દી ઉમેશભાઈ જણાવે છે કે, મ્યૂઝિક થેરાપી ત્રણ ટાઈમ મળે, જેથી હોસ્પિટલમાં એક સારું વાતાવરણ ઉભું થાય છે.

આ પણ વાંચો : એક પછી નેતાઓ આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, કરંજના ધારાસભ્ય પોઝિટિવ  

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને મ્યૂઝિક થેરાપી વડે હકારાત્મકતા ભર્યો શાંત વાતાવરણ, તણાવરહિત વાતાવરણ સારું બનાવવાનો પ્રયાસ છે. આમાં ત્રણ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આહિર ભૈરવ, ભીમ પલાસી અને ભોપાલી રાગનો સમાવેશ કરાયો છે. કોરોનાના દર્દીને અપાતી મુખ્ય સારવારની ઉપરાંત મ્યૂઝિક થેરાપી તેમના આરોગ્યના સુધારામાં મહત્વનો ભાગ ભજવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More