Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : એક જ પરિવારનાં 3 યુવાનો રાજસ્થાનમાં ગાડી સહિત ડુબ્યા

ગુજરાતના અમદાવાદથી કુંભલગઢ ફરવા માટે આવેલા એક જ પરિવારનાં ત્રણ લોકો ઓડા તળાવમાં ગાડી સહિત ડુબી જવાનાં કારણે મોત નિપજ્યા છે

અમદાવાદ : એક જ પરિવારનાં 3 યુવાનો રાજસ્થાનમાં ગાડી સહિત ડુબ્યા

અમદાવાદ : ગુજરાતના અમદાવાદથી કુંભલગઢ ફરવા માટે આવેલા એક જ પરિવારનાં ત્રણ લોકો ઓડા તળાવમાં ગાડી સહિત ડુબી જવાનાં કારણે મોત નિપજ્યા છે. ઘટનાની માહિતી ફોન પર સમ્પર્ક નહી થવાનાં કારણે પરિવારજનો દ્વારા અમદાવાદ ખાતે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. અમદાવાદ પોલીસે કેલવાડા પોલીસની મદદ માંગવામાં આવી હતી. જેના પગલે મોબાઇલ લોકેશનનાં આધારે ઓડા તળાવનું લોકેશન મળ્યું હતું. સ્થાનિક પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવતા તળાવ કિનારેથી એક લાશ મળી આવી હતી. ક્રેન મંગાવીને તળાવની અંદર તપાસ કરતા અંદરથી ગાડી અને ડેડબોડી મળી આવ્યા હતા. જો કે એક શબ મોડી રાત સુધી નહોતુ મળ્યું. લાંબી શોધખોળ બાદ તે આખરે મળી આવ્યો હતો. 

fallbacks

દીવમાં પ્રવાસીઓ માટે સહેલાણીઓ માટે 'No entry', હાજર પ્રવાસીઓને નિકળવા સુચના

'મહા' વાવાઝોડાને કારણે 200થી વધારે શ્રદ્ધાળુઓને કરવી પડશે ફરજીયાત ખંડીત પરિક્રમા
પરિવારનાં જણાવ્યા અનુસાર બેસતા વરસનાં દિવસે સ્વિફ્ટ કાર દ્વારા આ લોકો નાથદ્વારા દર્શન કરવા માટે નિકળ્યા હતા. જેમાં રોનક, અલ્પેશ અને મંથનનો સમાવેશ થાય છે. જો કે તેઓ દર્શન બાદ ઉદયપુર ફરીને કુંભલગઢ માટે રવાના થાય હતા. જો કે ઓરા તળાવ નજીક ગાડી અનિયંત્રીત થવાનાં કારણે તળાવમાં ખાબકી હતી અને દુર્ઘટના થઇ હતી. હાલ ઘટના સ્થળ પર કેલવાડા અને અમદાવાદ પોલીસ સાથે મોટા પ્રમાણમાં સ્થાનિકોની હાજરીમાં રેસક્યું ચલાવાયું હતું. ત્રણેયનાં દેહને પીએમ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા. જો કે એક જ પરિવારનાં ત્રણ યુવાનોનાં મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More