Home> Gujarat
Advertisement
Prev
Next

વાસી ઉત્તરાયણના દિવસે પણ અકસ્માતની ઘટનાઓ યથાવત, રાજ્યામાં ધાબેથી પડવાના 84 કેસ નોંધાયા

વાસી ઉત્તરાયણઃ રાજ્યમાં દોરીથી ગળું કપાતાં 2 મોત, 84 ઘાયલ

વાસી ઉત્તરાયણના દિવસે પણ અકસ્માતની ઘટનાઓ યથાવત, રાજ્યામાં ધાબેથી પડવાના 84 કેસ નોંધાયા

અમદાવાદ: ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવેસ પતંગરસિયાઓમાં ધાબા પરથી નેચી ઉતરવાનું નામ જ નથી લેતા હતો. એવા ખુશીના માહોલ વચ્ચે કેટલીક જગ્યાથી દુ:ખના સમાચારો પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો બન્યા ગુજરાત પોલીસ અને 108 દોડતી થઇ ગઇ હતી. સમગ્ર ગુજરાતમાં વાસી ઉત્તરાયણના દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ધાબેથી પડી જવાના 84, દોરી વાગવાના 84 અને ઈમરજન્સીના 176 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત એસોલ્ટના 1919 કેસ 15 જાન્યુઆરીના સાંજે 6 કલાક સુધીમાં નોંધાયા છે. અમદાવાદમાં સાંજના 6 વાગ્યા સુધીમાં ધાબેથી પડી જવાના 13 કેસ, દોરી વાગવાના 16 કેસ નોંધાયા છે. 

fallbacks

વધુમાં વાંચો: સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં જણાવ્યું આ કારણ

અમદાવાદમાં દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત
15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના પર્વને લઇ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ફસ્ટ એડ, EMT ડોકરટ ટિમ સાથે 108 એમ્બ્યૂલન્સને અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા શુકન મોલ પાસે બાઇક સવાર ભાર્ગવ બારોટ નામના યુવકને ગળામાં દોરી વાગતા ગંભીર ઇજા પહોચી હતી. જને લઇ આસપાસમાં ઉભેલા લોકોનું ટોળું વળી ગયું હતું અને તેને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે વાસી ઉત્તરાયણ પર્વ પર અમદાવાદમાં ધાબેથી પડવાના 19 કેસ, દોરી વાગવાના 12 કેસો સામે આવ્યા છે.

fallbacks

વધુમાં વાંચો: અમદાવાદ: વસ્ત્રાપુરમાં દારૂની મેહફીલ માણતા 25થી વધુ યુવક-યુવતીઓની અટકાયત

વડોદરામાં ચાઇનીઝ દોરીએ એક નિર્દોષનો ભોગ લીધો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલીક જગ્યાએ ગેરકાયદે આ ચાઇનીઝ દોરીનું વેચાણ કરાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ચાઈનીઝ દોરીના કારણે એક નિર્દોષ બાળકીનું મોત થયું છે. મળતી માહિત મુજબ વડોદરાના અડણીયા પુલ પર થઇને કહાર પરિવાર એક્ટિવા પર ઘરે જઇ રહ્યો હતો. ત્યારે સંગમ પાસે આવેલા મીરા ચાર રસ્તા પાસે એક્ટિવા પર સવાર પરિવારની 4 વર્ષની હેતવી વિનોદ કહાર નામની બાળકીને ચાઇનીઝ દોરી વાગતા ગંભીર ઇજા પહોંચવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.

વધુમાં વાંચો: સુરતમાં બુટલેગરો બેફામ, સ્ટેટ મોનીટરીંગની ટીમ પર હિંસક હુમલો

પંચમહાલમાં પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાટાવછોડા ગામનો એક યુવાન શહેરા પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહ્યોં હતો. તે દરમિયાન પતંગની દોરી તેના ગળાના ભાગે વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પંતગની દોરી વાગતાની સાથે જ આ યુવાન બાઇક પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે આસપાસનો લોકનું ટોળું ભેગું થઇ ગયું હતું. આ યુવાનને ગંભીર ઇજા પહોંચા આસપાસના લોકોએ સારવાર માટે તાત્કાલીક તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More