Home> Gujarat
Advertisement
Prev
Next

સાચવજો! રેલવેમાં નોકરીની લાલચમાં 33 લાખ ગયા, આકર્ષક મહિલામાં ભરમાતા નહીં!

રાજ્યમાં ફરી તોડકાંડની ઘટના બની છે. નવસારીમાં સરકારી નોકરીની લાલચમાં યુવાનોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. તપસ્યા નારી સમિતિ પર આ છેતરપિંડીના આરોપો લાગ્યાં છે. 
 

સાચવજો! રેલવેમાં નોકરીની લાલચમાં 33 લાખ ગયા, આકર્ષક મહિલામાં ભરમાતા નહીં!

નવસારીઃ રાજ્યમાં ફરી એકવાર લાખોના તોડાકાંડ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં નવસારીની તપસ્યા નારી સેવા સમિતિના પ્રમુખ સહિત અન્ય કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શું છે સમગ્ર મામલો આવો જોઈએ....

fallbacks

સરકારી નોકરી મેળવવાના ચક્કરમાં નવસારીના બે યુવાનોએ સમાજસેવિકા બનીને ફરતી મહિલા સહિત દિલ્હીના 5 ઠગને ૩૩ લાખથી વધુ આપી દીધા અને હવે પસ્તાવાનો પાર નથી. નવસારીની NGO ચલાવતી મહિલાના ભરોસે દિલ્હીના ઠગ પર વિશ્વાસ બંને યુવાનોને મોંઘો પડયો છે. 

આ મામલામાં ગણદેવીના યુવાન વિપિન કુશવાહા પાસેથી સરકારી નોકરી આપવાના વાયદા સાથે લાખોની ઉચાપત કરવામાં આવી હતી. ત્યારે નવસારી તપસ્યા નારી સમિતિના પ્રમુખ રિશિદા ઠાકુર અને તેના અન્ય સાથીદારો દ્વારા યુવકને સરકારી નોકરી આપવાના બહાને 33 લાખની છેતરપિંડી કરી હતી. તપસ્યા નારી  સેવા સમિતિના કાર્યકરો દ્વારા યુવાનને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાળકોનું બનશે હેલ્થકાર્ડ, દેશનું એકમાત્ર રાજ્ય : સરકારનો મોટો નિર્ણય

વર્ષ 2021 થી અત્યાર સુધી તપસ્યા નારી સેવા સમિતિ દ્વારા રેલવેમાં નોકરી આપવાના બહાને દેશભરમાં અનેક યુવાનો સાથે આ રીતે પૈસાની ઉચાપત કરી છે. તપસ્યા નારી સમિતિની પ્રમુખ રિશિદા ઠાકુર દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સરકારી નોકરીના કાર્યક્રમનો આયોજન કરતી હોય છે. તે ઉપરાંત દેશના વિવિધ રાજકીય કાર્યકરો સાથે પણ જોવા મળતી હોય છે.

જોકે તપસ્યા નારી સમિતિ દ્વાર કરવામાં આવતી છેતરપિંડી વિરુદ્ધ ગણદેવીના યુવાને ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને હાલમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ તપાસ દરમિયાન ભવિષ્યમાં અન્ય મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More