વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકાએ જાહેર કરેલા હેલ્થ બુલેટિન પ્રમાણે શહેરમાં કોરોના વાયરસના વધુ 39 કેસ નોંધાયા છે. આજે દિવસ દરમિયાન 148 સેમ્પલની ચકાસણી કરવામાં આવી જેમાંથી 39 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 109 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમીતોની કુલ સંખ્યા 1191 પર પહોંચી છે.
તો આજે એકપણ મૃત્યુ નોંધાયુ નથી.
વડોદરામાં આજે 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાંથી ખાનગી હોસ્પિટલનાં 6, હોમ આઇસોલેશનનાં 8, ગોત્રી હોસ્પિટલનાં 2 અને સયાજી હોસ્પિટલનાં 3 સહિત 19 જણા સાજા થઈને ઘરે પરત ફર્યા છે. વડોદરામાં આજ સુધી કુલ 720 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
હાલ 426 દર્દીઓ સારવાર હેઠળ છે .જેમાંથી 365 સ્ટેબલ, 39 ઓક્સિજન પર અને 22 વેન્ટીલેટર પર છે. જ્યારે 1413 લોકોને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવેલા છે. તો વડોદરામાં કોરોના વાયરસથી અત્યાર સુદી 45 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે