Home> Gujarat
Advertisement
Prev
Next

સાવલીમાં રેતી કાઢી રહેલા મજૂરો પર ભેખડ ધસી પડતા ચારના મોત

આ જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હતું. ગ્રામજનો અને સરપંચની રજૂઆત છતા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. 

સાવલીમાં રેતી કાઢી રહેલા મજૂરો પર ભેખડ ધસી પડતા ચારના મોત

વડોદરાઃ સાવલીમાં આવેલા દીધાપુરામાં ગેરકાયદે રેતી કાઢી રહેલા ચાર મૂજરો દટાતા તેમના મોત થયા છે. ગુતરડી ગામે નદીના પટમાંથી  રેતી કાઢી રહેલા શ્રમજીવીઓ પર ભેખડ ધસી પડતાં 4 મજુરના મોત થયા છે.  ગુતરડી ગામે ગોમા નદી કિનારે આવેલા ખેતરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી હતી. આ બાબતે સ્થાનીક ગ્રામજનો અને ગામના સરપંચે તંત્રને લેખિત ફરિયાદ પણ કરી હતી. છતાં ત્યાથી ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી હતી અને આ કામગીરીમાં દટાયેલા 4 મજૂરોના સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More