Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોનાના 38 કેસ; હોસ્પિટલોમાં કોરોના વાર્ડ તૈયાર, જો જરૂર પડશે તો કરાશે આ કામ!

અમદાવાદમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવી ગયા છે. 3 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 84 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 31 એક્ટિવ કેસ નોંઘાયા છે.

ગુજરાતમાં કોરોનાના 38 કેસ; હોસ્પિટલોમાં કોરોના વાર્ડ તૈયાર, જો જરૂર પડશે તો કરાશે આ કામ!

Gujarat Corona Case: રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ફરી કોરોનાનાં 38 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હાલ માત્ર બે દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. ત્રણ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 84 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 31 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગુરુવારે મહેસાણા જિલ્લામાં બે અને રાજકોટ-ખેડામાં એક-એક કેસ પોઝિટિવ નોંધાયા છે.

fallbacks

સાવધાન! આગામી કલાકો ગુજરાત માટે ભારે! કયા કયા વિસ્તારમા અપાયું છે વરસાદનું રેડ એલર્ટ

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ચાર સામે આવ્યા છે, તેમાંથી 84 વર્ષના એક વૃદ્ધને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં 31 દર્દીને તો કોઇ ખાસ અસર નહિ હોવાથી તેમને ઘરે જ સારવાર અપાઈ રહી છે. શહેરમાં કોરોનાનાં જેટલા પોઝિટિવ કેસ મળ્યા છે તે તમામના સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 

કોરોના મહામારી અગાઉની જેમ વિકરાળ રૂપ ધારણ કરે તેવી નહિવત શક્યતા છતાં મ્યુનિ. હેલ્થ ખાતાએ સાવચેતીના પગલા લેતા એસવીપી હોસ્પિટલમાં કોરોના વોર્ડ શરૂ કરાવી દીધો છે. આગામી સમયમાં જરૂર પડશે તો વી.એસ., એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં કોરોના વોર્ડ શરૂ કરવામાં આવશે. 

Ank Jyotish: ભાગ્યશાળી હોય છે આ મૂલાંકની યુવતીઓ, લગ્ન પછી પતિની આવક વધી જાય ચારગણી

મહેસાણા જિલ્લામાં બે, રાજકોટ-ખેડામાં એક-એક પોઝિટિવ કેસ 
મહેસાણા શહેરી વિસ્તારની એક 16 વર્ષની સગીરાને શરદી-તાવના લક્ષણો જણાતાં સારવારની સાથે તેણીએ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. તો કડીના કલ્યાણપુરા રોડ પર રહેતા એક 25 વર્ષના યુવકને પણ શરદી-તાવના લક્ષણો જોવા મળતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબે કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

દૈનિક રાશિફળ 23 મે: ધન રાશિનો આર્થિક પક્ષ અનુકૂળ રહેશે, મકર રાશિ માટે કસોટીનો દિવસ

ખેડા જિલ્લામાં એક વર્ષની બાળકીનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે. બાળકીને નડિયાદની બાળકોની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. નડિયાદની આ બાળકીને લઇને માતા-પિતા થોડા દિવસો પહેલા વડોદરા સામાજિક પ્રસંગમાં ગયા હતા. બાળકીના સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજકોટના મવડીના ઓમનગર વિસ્તારમાં વિદેશથી આવેલા એક વ્યક્તિને આ સંક્રમણ થયું છે. ચિંતાજનક સ્થિતિ ન હોવાથી આ દર્દી હોમ આઈસોલેશનમાં છે. મનપાએ હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી.

કોણ છે અવંતિકા સિંહ ઔલખ, જેમની ગુજરાતના શક્તિશાળી IAS માં થાય છે ગણતરી

કોરોનાની રસી અને વાયરસ જૂના વેરિયન્ટના હોવાથી શહેરમાં કોરોના મહામારી હવે એટલી જીવલેણ રહી નથી. તેમ છતાં કોરોનાનાં છૂટાછવાયા કેસ નોંધાતા રહે છે. જોકે હવે કોરોના વાયરસનો એટલો ભય રહ્યો ન હોવાથી નાગરિકો ચિંતિત થતા નથી અને કોરોના પોઝિટિવ આવે તો પણ હાહાકાર મચી જતો નથી. મ્યુનિ. હેલ્થ ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાનાં 38 જેટલા કેસ નોંધાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More