Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગરમાં તારી રેતી કેમ બહાર પડી છે તેમ કહીને 4 રાઉન્ડ ફાયરિંગ, એક યુવતીનું મોત

શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં બપોરના સમયે એક ફાયરીંગની ઘટના બનવા પામી હતી. જેમાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેનાજ પાડોશી ઇસમે ૪ રાઉન્ડ ફાયરીંગ કરતા માતા-પુત્રીને તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં ગત રાત્રીના સારવારમાં રહેલી પુત્રીની અવસાન થતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે. જયારે પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી ફાયરીંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ હાથ ધરી છે.

ભાવનગરમાં તારી રેતી કેમ બહાર પડી છે તેમ કહીને 4 રાઉન્ડ ફાયરિંગ, એક યુવતીનું મોત

ભાવનગર : શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં બપોરના સમયે એક ફાયરીંગની ઘટના બનવા પામી હતી. જેમાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેનાજ પાડોશી ઇસમે ૪ રાઉન્ડ ફાયરીંગ કરતા માતા-પુત્રીને તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં ગત રાત્રીના સારવારમાં રહેલી પુત્રીની અવસાન થતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે. જયારે પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી ફાયરીંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ હાથ ધરી છે.

fallbacks

GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 10 સાજા થયા એક પણ મોત નહી

ધીમે ધીમે ફરી ભાવનગર શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અગાઉ પોલીસ તંત્ર દ્વારા જે અંગજડતી કરી તપાસ કરવામાં આવતી હતી તે હવે કરવામાં નથી આવતી. જેના કારણે ભાવનગર શહેર અને જીલ્લો કે જ્યાં ગેરકાયદેસર રીતે વેપન ધરાવતા લોકોની સંખ્યા કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે છતાં પોલીસ આવા ઇસમોને ઝડપી પાડવામાં ખાસ સફળ નથી થતી. જ્યારે આવી જ એક ઘટના ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા બનવા પામી હતી. જેમાં ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથીયાર કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે હજુ કોઈ સાચી માહિતી સામે આવી નથી. 

ગુજરાતમાં બે દિવસ રહેવું મુશ્કેલ બની જશે, સુર્યદેવ સાક્ષાત ગુજરાતનાં મહેમાન બની 122 વર્ષ જુનો રેકોર્ડ તોડશે

ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે બપોરે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોય જેને લઇ થયેલી બોલાચાલીમાં કરીમ નામના ઇસમે પોતાની પાસે રહેલા પીસ્તલ કે રિવોલ્વર જેવા હથિયાર વડે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જે ઘટનામાં ફાયરીંગ કરીને નાસી છૂટતો કરીમ સીસીટીવીમાં કેદ થયો હતો. તેની પાસે રહેલું પિસ્તોલ જેવું હથિયાર પણ નજરે પડી રહ્યું છે.

ગુજરાતમાં ગન મેળવવી હોય તો કરવું પડશે આટલું કામ, કોણ મેળવી શકે છે બંદૂકનું લાયસન્સ

આ ફાયરીંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા તાકીદે બંનેને ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગત રાત્રીના સમયે સારવારમાં રહેલી પુત્રી ફરીયાલનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી આ બનાવમાં ફાયરીંગની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કરીમને ઝડપી લેવા અલગ અલગ ચાર ટીમો ની રચના કરી ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More