ગોંડલ: ગોંડલના કમરકોટડા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીધું હતું. નિતિનભાઈ દુદાભાઈ પાનેલીયાએ 42 વર્ષની ઉંમરે ઝેરી દવા પી આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની વાડીએ ઝેરી દવા પી જનાર યુવકને બેભાન હાલતમાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઝેરી દવા પી લેનાર યુવક પાસેથી એક આવેલ સ્યુસાઇડ નોટ મળી આવતા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરીને વ્યાજખોરોને ઝડપી લેવા માટેની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે