Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતોને હવે સિંચાઇના પાણીનું નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, જાણો કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ

રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 73.43 ટકા જળસંગ્રહ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.72 ટકા વરસાદ થયો છે.
 

ખેડૂતોને હવે સિંચાઇના પાણીનું નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, જાણો કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ

Gujarat Monsoon 2023: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 78.91 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

fallbacks

PM મોદીને મળીને ખડખડાટ હસ્યા પવાર, પીઠ પર ફેરવ્યો હાથ, 2024 પહેલા શું કહે છે આ તસવીર

રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,45,515.18 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 73.49 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો છે. 

ગુજરાત ATS નું મોટું ઓપરેશન, રાજકોટથી અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોની અટકાયત

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 61 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 28 જળાશયો મળી કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 21 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Tobacco Price: પાન મસાલા, તમાકુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, 1 ઓક્ટોબરથી થશે આ કામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More