Home> Gujarat
Advertisement
Prev
Next

47 વર્ષીય પુત્રએ વૃદ્ધ માતાની કરી હત્યા, બાદમાં એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદમાં માતા-પુત્રના સંબંધને કલંગ લગાડતી ઘટના બની છે. અહીં એક પુત્રએ દારૂ પી ગુસ્સામાં આવી માતાની હત્યા કરી દીધી છે. ત્યારબાદ આ પુત્રએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

47 વર્ષીય પુત્રએ વૃદ્ધ માતાની કરી હત્યા, બાદમાં એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં દીકરાએ જન્મ આપનારી માતાને મોતને ઘાટ ઉતારી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં દીકરાએ બોથડ પદાર્થ મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ પુત્રએ પણ એસિડ પીધુ હતું, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

fallbacks

શહેરના બાપુનગર વિસ્તારના ભગતિનગરના નેડીયામાં 47 વર્ષીય વિનોદ પરમારના નામના વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતાને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે અને હત્યારા પુત્રએ એસીડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક જીવી બહેન પરમારની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બીજી તરફ એસીડ પી લેનાર વિનોદ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં કોહલીના ચાહકે 1.04 કેરેટના ડાયમંડમાંથી તૈયાર કરાવ્યું બેટ, હવે આપશે ભેટ

 બાપુનગરના ભગતિનગરના નેડીયામાં વૃદ્ધા અને તેનો દીકરો સાથે રહેતા હતા, માતા છુટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. સાંજે વૃદ્ધાનો દીકરો દારુ પી  આવ્યો હતો અને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. મકાન પોતાના નામે કરી દેવાની વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિનોદ પરમારે તેની માતા જીવી બેનને બોથડ પદાર્થ લઈને મારી દેતા વૃદ્ધ માતાનું કરુણ મોત નીપજ્યું હતું, બાદમાં આરોપી વિનોદ પરમારે ઘરમાં રહેલું એસિડ ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે બાપુનગર પોલીસે વિનોદ હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને બાદમાં વિનોદ પરમારની સારવાર થયા બાદ તેના વિરુદ્ધ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More