Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 થયો

ગુજરાતમાં હવે કોરોના જલ્દી જ સ્ટેજ-3 પર આવી જશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કારણ કે, ગુજરાતમાં કોરોના (corona virus) ના વધુ 5 કેસ પોઝિટિવ નીકળ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસથી ગ્રસ્ત પોઝિટિવ કેસનો આંકડો 18 પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ આંકડો જાહેર કર્યો છે. આ સાથે જ કુલ કેસ પર નજર કરી તો, અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 3, ગાંધીનગરમાં 3, કચ્છમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.  

ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 થયો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હવે કોરોના જલ્દી જ સ્ટેજ-3 પર આવી જશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કારણ કે, ગુજરાતમાં કોરોના (corona virus) ના વધુ 5 કેસ પોઝિટિવ નીકળ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસથી ગ્રસ્ત પોઝિટિવ કેસનો આંકડો 18 પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ આંકડો જાહેર કર્યો છે. આ સાથે જ કુલ કેસ પર નજર કરી તો, અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 3, ગાંધીનગરમાં 3, કચ્છમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.  

fallbacks

273માંથી 18ના કેસ પોઝિટિવ આવ્યા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં જનતા કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. 130 કરોડ જનતાએ પીએમની અપીલને સહયોગ આપ્યો છે. સમગ્ર દેશ થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતની જનતાનો આભાર અને અભિનંદન છે. રાત્રે 9 વાગ્યા બાદ પણ લોકો પોતાના ઘર માં રહે તે જરૂરી છે. રાત્રે બહાર નીકળીને લોકો ભીડ ન કરે તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ આવ્યા છે. ગઈકાલના 13 કેસો હતા. હવે આજના આંકડા મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ આવ્યા છે. આજના નવા 5 કેસ મળીને કુલ 18 કેસ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 3 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. આજે બપોરે સુધી 273 સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા છે. 273માંથી 18 ના કેસ પોઝિટિવ આવ્યા છે. બાકીના કેસ નેગેટિવ છે.

વધુમાં કહ્યું કે, ગુજરાતના 18 પોઝિટિવ કેસના દર્દીઓના નામ સાર્વજનિક કરાશે. જેથી તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ખ્યાલ આવે કે તેમને કોરોના પોઝિટિવ વ્યક્તિ સાથે મુલાકાત કરી છે કે નહિ. આવા લોકોએ તરત જ સરકારી હોસ્પિટલમાં સંપર્ક કરી ચકાસણી કરાવવી.

ગુજરાતમાં કુલ 6092 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 650, સુરતમાં 590, ગાંધીનગરમાં 223 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તો સમગ્ર ગુજરાતમાં કુલ 6092 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 93 લોકોએ ક્વોરેન્ટાઇન ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. તેથી હવે જે પણ વ્યક્તિ આ ગાઈડલાઈનનો ભંગ કરશે તો એવા વ્યક્તિઓની ધરપકડ કરાશે. તેમની સામે પોલીસ કેસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More