Home> Gujarat
Advertisement
Prev
Next

રાજસ્થાનમાં કાર એક્સિડન્ટમાં 5 ગુજરાતીઓના મોત, રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા

રાજસ્થાનના બાડમેર હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત થયા છે. તેમજ અન્ય બે લોકોની હાલત ગંભીર છે. આ લોકો રાજસ્થાનના રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. 

રાજસ્થાનમાં કાર એક્સિડન્ટમાં 5 ગુજરાતીઓના મોત, રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :રાજસ્થાનના બાડમેર હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત થયા છે. તેમજ અન્ય બે લોકોની હાલત ગંભીર છે. આ લોકો રાજસ્થાનના રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. 

fallbacks

રવિવારે સાંજે બાડમેર-જોધપુર હાઈવે પર કવાસ પુલિયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 8 લોકો ગુજરાતથી રાજસ્થાનના બાબા રામદેવના દર્શન કરવા માટે રામદેવરા ગયા હતા. રવિવારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાડમેરથી માત્ર 20 કિલોમીટર દૂર કવાસ પુલ પાસે કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના લોકોના મોત નિપજ્યા છે. જેઓ ગુજરાતના અલગ અલગ સ્થળોના રહેવાસી છે. જેમાં ગોધરા તાલુકાના ચાંચપુરના 2 વ્યક્તિ, કાલોલ તાલુકા સુરેલીના પતિ પત્ની તથા સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામની એક મહિલા મળી 5 લોકો અકસ્માતમાં મોત થયા છે. તેમજ વડોદરાના ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

fallbacks

હવામાં ઉછળી કાર
કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર 10 ફૂટ હવામાં ઉછળીને નીચે પટકાઈ હતી. અકસ્માતને પગલે જ આજુબાજુના ગામ લોકો મદદે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, જે પુલ પર આ અકસ્માત થયો હતો, તે કવાસ પુલ બાડમેરમાં એક્સિડન્ટ ઝોન બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More