Home> Gujarat
Advertisement
Prev
Next

ગઢડા પેટાચૂંટણીમાં 50.74 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ગુજરાતની આંઠ બેઠકો પર આજે યોજાયેલ ચૂંટણીને લઈને ગઢડા 106 વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાંજ સુધીમાં 50.74 ટકા મતદા ન થયું છે, જોકે ગતવર્ષ કરતા આ વર્ષે 6.26 ટકા મતદાન ઓછું થયું છે. જો કે ભાજપ કોંગ્રેસ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ સાચું ચિત્ર 10 નવેમ્બરના રોજ ખ્યાલ આવશે.

ગઢડા પેટાચૂંટણીમાં 50.74 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

બોટાદ : ગુજરાતની આંઠ બેઠકો પર આજે યોજાયેલ ચૂંટણીને લઈને ગઢડા 106 વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાંજ સુધીમાં 50.74 ટકા મતદા ન થયું છે, જોકે ગતવર્ષ કરતા આ વર્ષે 6.26 ટકા મતદાન ઓછું થયું છે. જો કે ભાજપ કોંગ્રેસ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ સાચું ચિત્ર 10 નવેમ્બરના રોજ ખ્યાલ આવશે.

fallbacks

CORONA ની રસી મળે કે ન મળે GTU દ્વારા શોધી કઢાયો અક્સીર ઉપાય, આ માસ્ક પહેરો કદી કોરોના નહી થાય

સમગ્ર ગુજરાતની આંઠ બેઠકોમાં આજે ગઢડા 106 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ કોંગ્રેસ સહિત 12 ઉમેદવારરો વચ્ચે આજે આ ચૂંટણી જંગ ખેલાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન મતદાન બુથ પર બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા મતદાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે કોરોનાના ગ્રહણના કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 6.26 ટકા ઓછા મતદાન સાથે 50.74 ટકા મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તરોમા પણ સારું એવું મતદાન થયું છે. લોકો સુરત,અમદાવાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યાના મતદાન કરવા આવ્યા હતા. બેઠકના 382 મતદાન બુથ પર મતદાન થયું હતું અને 12 ઉમેદવારો ના ભાવિ એઇવીએમ માં સીલ થયા છે.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ચુકી છે, તમામ મતદાતાઓનો આભાર: CM

ગઢડા શહેરનું આધ્યાત્મિક દ્રષ્ટિ એ પણ ખૂબ જ મહત્વ રહેલું છે કારણકે ભગવાન સ્વામિનારાયણ અહીંયા વર્ષી સુધી રહીને ગઢડાને પોતાનું બનાવ્યું. ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના સંતો-મહંતો અને સંખ્યયોગીની બહેનો દ્વારા પણ મોટી સંખ્યાના મતદાન કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ વહેલી સવારમાં જ મતદાન કર્યું હતું. જો કે ભાજપના  ઉમેદવારો આત્મારામ પરમાર અને કોંગ્રેસના મોહન સોલંકીના મતદાન ગઢડા મતક્ષેત્રમાં માં ન હોવાથી તેઓ મતદાન કરી શક્યા ન હતા. 

ગુજરાત સરકાર ના સરકારી કર્મચારી ની અધધ 8 કરોડની બેનામી મિલકત મળી આવી

ગઢડા બેઠક પર 382 બેઠકો પૈકી 116 બેઠક સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી. જે બેઠકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ તમામ બુથો પર પણ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાના બને તે માટે બોટાદ એસપી અને ભાવનગર એસપીના સીધી નિગરાની હેઠળ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે આમ છતાં પણ ગઢડા શહેરમાં આવેલ નૂતન વિદ્યાલય ખાતે આવેલ બુથમાં બોગસ.વોટિંગ ના આક્ષેપઓ સાથે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી સર્જાઈ હતી. જેને લઈને બંને પક્ષો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ગઢડા 106 બેઠક પર એકાદ બે જગ્યાઓ પર ઇવીએમ ખોટાકાવાની ઘટનાઓ  વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બાર ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે, અને આગામી 10 ના રોજ તેમના ભાવિ ખુલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More