Cocaine Recovered in Ankleshwar: ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો દિલ્હી-ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વરમાંથી પોલીસે 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.
આ વર્ષે સો ટકા દિવાળી બગડશે! અંબાલાલે કીધું એટલે ફાઈનલ, નવેમ્બરમા વાવાઝોડાની તૈયારી!
PTI હવાલાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાંથી 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સના તાર અંકલેશ્વરની કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. જેમાં 5,000 કરોડનું 518 કિલો કોકેઈન જપ્ત કરાયું છે.
'પ્રાઈવેટ વીડિયો લીક કરી દઈશ', અનન્યા પાંડેનો ખુલાસો, આર્યન ખાને આપી હતી આ ધમકી
અગાઉ દિલ્લીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. દિલ્લી પોલીસે 770 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. રમેશનગર, મહિપાલપુરમાંથી રેડ કરી હતી. પોલીસ તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું. અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. આવકાર ડ્રગ્સ કંપનીમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. પોલીસ તપાસમાં વધુ 518 કિલો કોકેઈન મળ્યું છે. સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 1289 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
સાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે