Home> Gujarat
Advertisement
Prev
Next

ધ્રાગંધ્રા : પૂરના ધસમસતા પાણીમાં તણાયેલા 6 લોકોના મૃતદેહ મળ્યા

સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે ગઈકાલે પાણીમાં તણાઈ ગયેલા 6 લોકોની લાશ મળી ગઈ છે. જોકે, એક મૃતદેહ હજી પણ મળી શક્યો નથી, જેની શોધખોળ ચાલુ છે. 

ધ્રાગંધ્રા : પૂરના ધસમસતા પાણીમાં તણાયેલા 6 લોકોના મૃતદેહ મળ્યા

મયુર સાંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે ગઈકાલે પાણીમાં તણાઈ ગયેલા 6 લોકોની લાશ મળી ગઈ છે. જોકે, એક મૃતદેહ હજી પણ મળી શક્યો નથી, જેની શોધખોળ ચાલુ છે. 

fallbacks

Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે નદીમાંથી ટ્રેક્ટર લઈને જતા લોકો પાણીના વહેણમાં ફસાયા હતા. ત્યારે 3 વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયો હતો, પણ બાકીના 7 લોકો ટ્રેક્ટરમાં ફસાયા હતા, જેઓ નદીમાં તણાયા હતા. આ માટે સ્થાનિક વહીવટી તંત્રએ આ બચાવ કામગીરી માટે વાયુસેનાની મદદ માંગી હતી. ત્યારે ફસાયેલાને બચાવવા માટે હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા હતા. દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ખરાબ હવામાનને પગલે હેલિકોપ્ટરથી રેસ્કયુ કામગીરી ન થઈ શકી. તેથી એનડીઆરએફની ટીમ દ્વારા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા સાત લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેના બાદ આજે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.  

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી

જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ એનડીઆરએફની ટીમના જવાનો અને તરવૈયાઓએ ખડેપગે રહી તણાઈ ગયેલા લોકોની શોધખોળ આદરી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More