Home> Gujarat
Advertisement
Prev
Next

રવિવારનો કાળો કહેર : રાજ્યમાં એક જ દિવસમાં 4 અકસ્માતમાં 6નો મોત

રાજ્યમાં 4 અકસ્માતની ઘટનામાં 6ના મોત થયા છે. વાત કરીએ તો વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે. આગળ વાત કરીએ તો હિંમતનગરના વિજાપુર પાસે કાર ટ્રેલરમાં ઘૂસી જતાં શિક્ષક દંપતીનું મોત થયું છે. બનાસકાંઠાના ધારેવાડ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત થયાં છે. અને એકને ગંભીર ઇજા થઇ છે. તો સુરેન્દ્રનગરના લીબંડી રોડ પર નાના કેરાળા પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્ટીયરીંગ પરથઈ કાબૂ ગુમાવતા 10થી 12 લોકોને ઇજા પહોંચી હતી.

રવિવારનો કાળો કહેર : રાજ્યમાં એક જ દિવસમાં 4 અકસ્માતમાં 6નો મોત

અમદાવાદ: રાજ્યમાં 4 અકસ્માતની ઘટનામાં 6ના મોત થયા છે. વાત કરીએ તો વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે. આગળ વાત કરીએ તો હિંમતનગરના વિજાપુર પાસે કાર ટ્રેલરમાં ઘૂસી જતાં શિક્ષક દંપતીનું મોત થયું છે. બનાસકાંઠાના ધારેવાડ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત થયાં છે. અને એકને ગંભીર ઇજા થઇ છે. તો સુરેન્દ્રનગરના લીબંડી રોડ પર નાના કેરાળા પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્ટીયરીંગ પરથઈ કાબૂ ગુમાવતા 10થી 12 લોકોને ઇજા પહોંચી હતી.

fallbacks

વલસાડમાં બેના મોત
વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી. બે ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ગાડીનો કચ્ચરઘાણ બોલાયો હતો. ગમખ્વાર અકસ્માતે બે લોકોનો ભોગ લીધો. અકસ્માતને કારણે હાઇવે પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો...અમદાવાદ: ચાંગોદર પાસે ગેસની ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત, 2ની હાલત ગંભીર

બનાસકાંઠામાં બેના મોત
બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલા ધારેવાડા પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયાં છે. અન્ય એકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

fallbacks

સાબરકાંઠામાં દંપતીનું મોત
હિંમતનગર વિજાપુર હાઇવે પર સતનગરના પાટીયા પાસે અકસ્માત થતા એક શિક્ષક દંપતિનું મોત થયું છે. 

સુરેન્દ્રનગરમાં અકસ્માત થતા 10થી 12 લોકોને ઈજા
સુરેન્દ્રનગરના લીબંડી રોડ પર નાના કેરાળા પાસે અકસ્માત સર્જાયો. ટ્રાવેલ્સ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી પલટી ગઈ હતી. જેને કારણે 10થી 12 વ્યક્તિઓની નાની મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More