Home> Gujarat
Advertisement
Prev
Next

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં 6 ઘાયલ, લોકોએ કારને સળગાવી દીધી

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખલીલપુર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં છ લોકોને અડફેટે લીધા હતા. ડસ્ટર કાર ચાલકે બેફામ સ્પીડથી ગાડી ચલાવીને 6 લોકોને અડફેટે લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનાં ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા હતા. 

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં 6 ઘાયલ, લોકોએ કારને સળગાવી દીધી

હનીફ ખોખર/ અમદાવાદ : જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખલીલપુર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં છ લોકોને અડફેટે લીધા હતા. ડસ્ટર કાર ચાલકે બેફામ સ્પીડથી ગાડી ચલાવીને 6 લોકોને અડફેટે લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનાં ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા હતા. 

fallbacks

જામનગરની એમ.પી શાહ કોલેજમાં ભણી ગયેલા હજારો વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન

ગંગોત્રી નગરમાં રસ્તા પર જતા અને લોકોને ઘાયલ કર્યા બાદ કાર ચાલક ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. જો કે ધીરે ધીરે લોકો એકત્રીત થવા લાગ્યા હતા. ટોળુ એકત્ર થવા લાગતા પ્રાથમિક તબક્કે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગાડીને ઉંધી પાડી દીધી હતી અને ત્યાર બાગ ઉગ્ર થયેલા ટોળાએ ગાડીને આગ ચાંપી દીધી હતી. જેના પગલે કાર ભડભડ સળગી ઉઠી હતી. આગ લાગતા સેંકડો લોકો એકત્ર થયા હતા. ઘટનાને પગલે પોલીસ અને ત્યાર બાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર ફાયર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More