અજય શીલુ/પોરબંદર :સહનશક્તિની હદ વટાવી જાય ત્યારે લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. ગુજરાતમાં અનેક શહેરોમાં રોજેરોજ આત્મહત્યાના અનેક બનાવો સામે આવતા હોય છે. પણ પોરબંદરમાં એક જ દિવસમાં આત્મહત્યાએ મોટી વણઝાર સર્જી દીધી છે. પોરબંદર જિલ્લામા 1 મેના રોજ એક જ દિવસમા આત્મહત્યાના 6 બનાવો બન્યા છે. જેમાં 5 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે.
આત્મહત્યાના 6 બનાવો
Exclusive News : જાણો ઈશરત જહા એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલા રાઉન્ડ ફાયર કર્યું હતું?
આત્મહત્યા કરનારાઓમાં મહિલાઓ વધુ
એક જ દિવસમાં આત્મહત્યા કરનારાઓ પર નજર કરીએ તો, સૌથી વધુ મહિલાઓ છે. આત્મહત્યા કરનાર 6માંથી 5 તો મહિલાઓ જ છે. તો સામે એક પ્રૌઢે આત્મહત્યા કરી છે.
પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિએ કર્યું આવું કામ, બે દિવસના લગ્નનો કરુણ અંજામ
મોટાભાગની મહિલાઓ સાસરીયાઓના ત્રાસથી પીડિત
જે પાંચ મહિલાઓએ આત્મહત્યા કરી છે, તેમાંથી ચાર પરણીતાઓ છે. આ ચારેય પરણીતાઓએ સાસરિયાઓના ત્રાસથી કે સાસરિયાના કારણથી આત્મહત્યા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે