સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા આંગલધરાના વજનકાંટાનાં સંચાલક સંજયસિંહ દેસાઇ પર અજાણ્યા શખ્સ દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સંજયસિંહ દેસાઇને 5 ગોલી વાગતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસની સાથે એફએસએલની ટીમ પણ સ્થળ પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકામાં આવેલા આંગલધરામાં સંજયસિંહ દિલિપસિંહ દેસાઈ પરિવાર સાથે રહેતા હતા. તેઓ વજનકાંટાનાં માલિક ઉપરાંત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મોડી રાત્રે 2થી 4 વાગ્યાની વચ્ચે સંજયસિંહ આંગલધરા ખાતે આવેલી તેમની વજનકાંટાની ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન તેમની ઓફિસમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો.
વધુમાં વાંચો:- સુરત: ST કન્ડક્ટરે મુસાફરને બેફામ ગાળો ભાંડી, મારામારીનો વીડિયો વાયરલ
ઓફિસમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સે ઉપરાછાપરી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સંજયસિંહને 5 ગોળીઓ વાગતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલામાં પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે