Home> Gujarat
Advertisement
Prev
Next

6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’માં ડાયનાસોરના ઇંડા અને પગના પ્રાચીન અવશેષો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રદર્શન 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે.

6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તા.19મી 21મી ડિસેમ્બર સુધી યોજનારા આ એક્સ્પોમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ 1983માં મળી આવેલા ડાયનાસોરના ઈંડા અને પગના અતિ પ્રાચીન અવશેષો પ્રદશનમાં મૂકવામાં આવ્યા છે.

fallbacks

રખિયાલમાં સડકછાપ ટપોરીને કરાવ્યું કાયદાનું ભાન! ફરી ગુજરાત પોલીસે કાઢ્યો વરઘોડો

ડાયનાસૌરના ઈંડા સાડા છ કરોડ વર્ષ જૂના છે. રૈયોલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઇંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાની 100 જેટલી સંસ્થાઓ ભાગ લીધો છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, સહિતની સંસ્થા સામેલ છે.

'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની ભારે આગાહી, દરિયામાં ઉભો થયો ખતરો!

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળેલા અને અંદાજે 6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા તેમજ પગના અતિ પ્રાચીન અવશેષો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજીત 'ગુજરાત ગ્લોબલ એક્સ્પો'માં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવાની સાથે તેઓ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી અને તેની સિદ્ધિ વિશે માહિતી મેળવી શકે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસના ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો'નું ખુલ્લો મુક્યો છે.

ગુજરાતનું ગૌરવ: દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનુ આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ

એક ખાનગી ફાઉન્ડેશન દ્વારા આયોજીત એકસ્પોમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળી આવેલા મળેલા ડાયનાસોરના ઈંડા અને પગના અતિ પ્રાચીન અવશેષો મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું... સુરત દુષ્કર્મની ઘટનાના જખ્મ તાજા થયા

ડાયનાસોરના ઈંડા સાડા છ કરોડ વર્ષ જૂના છે. રૈયોલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઈંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More