ચેતન પટેલ/સુરત: કતારગામ વિસ્તારમાં એક જ ધ્રુણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં શ્રમજીવી પરિવાર પોતાની 6 વર્ષની બાળકી સાથે રાત્રિ દરમિયાન સુઈ રહ્યું હતું. દરમિયાન અજાણ્યો યુવાન આ બાળકીનું અપહરણ કરી તેને 50 મીટરના અંતરે આવેલા એસએમસીના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ કરી આ બાળકીને નજીકમાં છોડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
'PM મોદી વોશિંગ્ટન આવીને આવું જુએ એ નહતો ઈચ્છતો', અચાનક આ શું બોલ્યા ટ્રમ્પ?
બીજે દિવસે સવારે જ્યારે બાળકીને બ્લેડિંગ થયું ત્યારે સમગ્ર ઘટનાની જાણ કતારગામ પોલીસને કરવામાં આવી હતી.ઘટનાની ગંભીતાને લઈ ક્રાઈમ બ્રાન્ચ અને કતારગામની ટીમ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ હતી પોલીસે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી હતી.
IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહને લઈને આવ્યા ખરાબ સમાચાર
સુરત શહેરમાં ધુળેટીના પર્વ દરમિયાન બે દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક ઘટના સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં બની છે. જ્યારે અન્ય એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બનવા પામી છે. કતારગામ ગજેરા સર્કલ નજીક આવેલા ઇલેક્ટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉપર શ્રમજીવી પરિવાર રહી ત્યાં જ રાત્રી દરમિયાન સૂઈ જતું હોય છે. શ્રમજીવી પરિવાર ધુળેટીના પર્વ દરમિયાન પોતાની 6 વર્ષની બાળકી સાથે સૂઈ ગયું હતું. ત્યારે રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં એક અજાણીયો યુવાન ત્યાં આવે છે અને આ બાળકીનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો હતો.
બ્લેકસ્ટોને આ કંપનીમાં ખરીદ્યો 40% હિસ્સો, 2 અઠવાડિયામાં શેરના ભાવમાં 38%નો વધારો
ઇવી સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે કતારગામ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવ્યું છે જ્યાં આ બાળકીને લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ આ બાળકી ઉપર નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેને ફરી ઇવી સ્ટેશન નજીક છોડી દેવામાં આવી હતી. જ્યાં બાળકી પગપાળા ચાલી પોતાના પરિવાર સાથે જઈ સૂઈ ગઈ હતી. જો કે બાદમાં સવારે જ્યારે બાળકી ઉઠી ત્યારે તેને બ્લીડીગ જઈ રહ્યું હતું, અને બાદમાં તેની માતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેનીને લઈ ગઈ હતી.
ફટાફટ પતાવી લેજો બેંકના કામ, આવતા અઠવાડિયે પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક !
જ્યાં તબીબ દ્વારા આ બાળકીની શારીરિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ વાતની જાણ થતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી પડી હતી ઘટનાની જાણ થતા ની સાથે જ કતારગામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
એક આદેશથી ટ્રમ્પ પાકિસ્તાન સહિત 41 દેશોના હોશ ઉડાવી દેશે, USAમાં નહીં મૂકી શકે પગ
બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી હતી જેમાં એક વ્યક્તિ આ બાળકીને ઊંચકીને મેદાન તરફ જતો દેખાઈ રહ્યો છે હાલ તો આ નરાધમ કોણ છે અને ક્યાંથી આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે