રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં દરરોજ નવા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. વડોદરામાં આજે નવા 62 કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા 2459 પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે 314 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 62નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે કુલ 29 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 1790 દર્દીઓ સાજા થયા છે.
વડોદરા ગ્રામ્યમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક
વડોદરા શહેરની સાથે-સાથે ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમિતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના બધા તાલુકામાં મળીને આ આંકડો 300ને પાર પહોંચી ગયો છે. પાદરા તાલુકામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ સિવાય ડભોઈ, વાઘોડિયામાં પણ કેસની સંખ્યા વધી રહી છે. આયુષ મંત્રાલયની સૂચના મુજબ પાદરામાં 20થી વધુ આરોગ્ય ટીમો સર્વે અને આરોગ્ય સેવાઓનું કામ કરી રહી છે. તેમના માધ્યમથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 5 હજાર જેટલા રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઉકાળાના પેકેટ પણ ઘેર ઘેર પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદિક ઉકાળા બનાવીને નગરના લોકોને તૈયાર ઉકાળાનું સેવન કરાવવામાં આવી રહ્યું છે.
Corona Update: જામનગરમાં 9, મહેસાણામાં 8, ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે