Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ

2 દિવસમાં 68 સફાઈ કર્મી કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો 

રાજકોટમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ

રક્ષિત પંડ્યા/રાજરોટ :રાજકોટમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે બ્લાસ્ટ થઈ રહ્યો છે. આજે સવારે કોરોનાના 11 દર્દીઓના મોત નિપજ્યા છે, તો બીજી તરફ શહેરમાં વધુ 33 કોરોના (Gujarat corona) પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે સાંજના 5 થી આજે બપોરના 12 વાગ્યા સુધી વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, રાજકોટ શહેર (rajkot) માં કોરોના પોઝિટિવ આંક 2279 પર પહોંચ્યો છે. 2279 પૈકી 1036 દર્દીઓ હાલ રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે કે અત્યાર સુધી કુલ 53 દર્દીના મૃત્યુ થયા છે. 

fallbacks

મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ

2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ 

રાજકોટ શહેરમાં ફેરિયાઓ બાદ સફાઈ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં કુલ 68 સફાઇ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા મનપા કચેરી ખાતે સફાઇ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જેમા 2 દિવસમાં 1500 થી વધુ સફાઇ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી પ્રથમ દિવસે 45 અને બીજા દિવસે 23 મળી 68 કર્મચારીઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે જ હજુ પણ આગામી 2 દિવસ સફાઇ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેથી વધુ સફાઇ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 2 દિવસમાં 68 સફાઈ કર્મી કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા કોરોના પોઝિટિવ સફાઈ કર્મચારીને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી રહ્યા છે તેવું રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું. 

ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી 

સવારથી અત્યાર સુધી 11 દર્દીના મોત 

રાજકોટમાં જ્યાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ કોરોના (Coronavirus) થી મોતનો આંકડો પણ ચોંકાવનારો છે. ત્યારે આજે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 10 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીના મોત નિપજ્યાં છે. જેમાં રાજકોટ (rajkot) શહેરના 7, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટમાં સતત વધતો જતો મૃત્યુઆંક ચિંતા જનક વિષય બની ગયો છે. કારણ કે, હવે રાજકોટ પણ સુરત અને અમદાવાદને પગલે આગળ વધી રહ્યું છે. ત્યારે આવામાં રાજકોટમાં વધુ એક IASની નિમણૂંક કરાઈ છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રવિન્દ્ર ખતાલને OSD તરીકે રાજકોટની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં

અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ

અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો 

મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ

ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી

હજી વધુ વરસાદ પડશે તો ગુજરાતમાં તબાહી સર્જાશે, 251માંથી 234 તાલુકામાં વરસાદ

Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં

સાવધાન ! કારમાં બેસેલ સાધુ તમારી નજીક આવીને સરનામુ પૂછે તો જવાબ આપતા પહેલા સો વાર વિચારજો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More