Home> Gujarat
Advertisement
Prev
Next

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં બે મોટા અકસ્માત સર્જાયા હતાં. આ બે અક્સ્માતમાં કુલ સાત લોકોનાં કરૂણ મોત નિપજયાં છે જયારે અન્ય બે વ્યકિત ઇજાગ્રસ્ત થયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. અમરેલીના લાઠી બાયપાસ પાસે થયેલા અકસ્માતમાં 3 વ્યક્તિ અને બનાસકાંઠાના પાંથવાડામાં થયેલા ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત

કેતન બગડા (અમરેલી), અલ્કેશ રાવ (બનાસકાંઠા): છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં બે મોટા અકસ્માત સર્જાયા હતાં. આ બે અક્સ્માતમાં કુલ સાત લોકોનાં કરૂણ મોત નિપજયાં છે જયારે અન્ય બે વ્યકિત ઇજાગ્રસ્ત થયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. અમરેલીના લાઠી બાયપાસ પાસે થયેલા અકસ્માતમાં 3 વ્યક્તિ અને બનાસકાંઠાના પાંથવાડામાં થયેલા ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. 

fallbacks

એક અકસ્માત અમરેલીનાં લાઠી બાયપાસ રોડ પર મુક્તિઘધામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘાયલને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો. ત્યારબાદ રાજકોટ રેફર કરાયો. મૃતદેહોને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્રણેય મૃતકો અમરેલીના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

જયારે બીજી ઘટના બનાસકાંઠાનાં પાંથવાડા પાસે બની હતી. પાંથવાડામાં રવિવારે મોડી રાતે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રીક્ષા વચ્ચે ટક્કર થઈ. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં અને એકની હાલત ગંભીર છે. પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘાયલને સારવાર માટે ખસેડાયો હતો. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More