Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: શહેરમાં વધુ 7 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન કરાયા જાહેર

અમદાવાદ AMCએ વધુ 7 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં 270 ઘરના 1080 લોકોને અસર થશે. આ અગાઉ 37 સ્થળને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. ત્યારે હવે કુલ 44 સ્થળો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન થયા છે.

અમદાવાદ: શહેરમાં વધુ 7 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન કરાયા જાહેર

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ AMCએ વધુ 7 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં 270 ઘરના 1080 લોકોને અસર થશે. આ અગાઉ 37 સ્થળને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. ત્યારે હવે કુલ 44 સ્થળો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન થયા છે.

fallbacks

આ પણ વાંચો:- અમદાવાદની બિયાંકાએ નાની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ-6 પરીક્ષા પાસ કરી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવતા પગલાઓની સમીક્ષા માટેની બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઇ.એ.એસ તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડે. મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યાં હતા.

fallbacks

આ પણ વાંચો:- રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 624 કેસ, 19 મૃત્યુ

આ મિટિંગમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કર્યા બાદ અમદાવાદ શહેરમાં અગાઉ 20 જૂનના રોજ કુલ 36 અને 26 જૂનના રોજ 1 એમ કુલ 37 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે કરવામાં આવેલી વિસ્તૃત ચર્ચા બાદ અમદાવાદ શહેરના નવા 7 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ 44 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More