Home> Gujarat
Advertisement
Prev
Next

Biparjoy: સૌરાષ્ટ્રના દરિયા કિનારે હેમ રેડિયોની 7 ટીમ તૈનાત, કેવી રીતે કામ કરે છે આ હેમ રેડિયોની ટીમ? ચાલો જાણીએ...

Biparjoy: સોમનાથ,પોરબંદર,દ્વારકા,જામનગર, કચ્છ-માંડવી, કચ્છ-જખો અને રાજકોટમાં હેમ રેડિયોની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. તેનો કંટ્રોલ રૂમ રાજકોટ ખાતે બનાવવામાં આવ્યો છે.

Biparjoy: સૌરાષ્ટ્રના દરિયા કિનારે હેમ રેડિયોની 7 ટીમ તૈનાત, કેવી રીતે કામ કરે છે આ હેમ રેડિયોની ટીમ? ચાલો જાણીએ...

Biparjoy: દિવ્યેશ જોશી/રાજકોટ: આજના અત્યાધુનિક યુગમાં ખૂબ જ આધુનિક સંસાધનો આવી ચૂક્યા છે પરંતુ કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે ત્યારે સૌથી પહેલા અને મોખરે હર-હંમેશા રેડિયો જ હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે આવેલા જિલ્લાઓ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. 

fallbacks

Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી

ત્યારે બીપરજોય વાવાઝોડા જેવી કોઈપણ કુદરતી આફત આવે ત્યારે વીજળી ગુલ, નેટવર્કમાં નુકસાની સહિતના પરિબળોને લીધે જરૂરી કે મહત્વ પુર્ણ મેસેજની આપ-લે  થઈ શકતી નથી. ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ મેસેજ પહોંચાડવા માટે હેમ રેડિયો ટીમની સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે હેમ રેડિયોની સાત ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન

કયા કયા જિલ્લાઓમાં હેમ રેડિયોની ટીમ  તૈનાત અને કેવી રીતે કાર્ય કરે છે??
સોમનાથ,પોરબંદર,દ્વારકા,જામનગર, કચ્છ-માંડવી, કચ્છ-જખો અને રાજકોટમાં હેમ રેડિયોની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. તેનો કંટ્રોલ રૂમ રાજકોટ ખાતે બનાવવામાં આવ્યો છે રાજકોટના કંટ્રોલ રૂમ પરથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તમામ દરિયાકાંઠાની કેવા પ્રકારની પરિસ્થિતિ છે?? કેવા પ્રકારની જરૂરિયાત છે સહિતની તમામ પ્રક્રિયા પર નજર રાખવામાં આવતી હોય છે. રાજકોટ ખાતે તૈનાત કરવામાં આવેલ કંટ્રોલરૂમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયાકાંઠાની પરિસ્થિતિ અંગે ગાંધીનગર કંટ્રોલરૂમને રિપોર્ટિંગ કરે છે.

ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો-ટ્રેનો બંધ

હેમ રેડિયોમાં કેવા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે??
હેમ રેડિયોને આપણી સરળ ભાષામાં એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી રહેતી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવા ડિઝાસ્ટરમાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે.

જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ, જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમા બાંધે છે દોરડા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More