ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ડ્રગ્સનુ હબ બન્યુ છે. આખા દેશમાં જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાતો હશે, તેટલો કદાચ ગુજરાતમાં એક જ સમયે પકડાય છે. ગુજરાત ATSએ 350 કરોડથી વધુનું 70 કિલોનું હેરોઇન ડ્રગ્સ પકડ્યું છે. દૂબઈથી કપડાની આડમાં છુપાવીને હેરાફેરી કરવામા આવતી હતી.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવીને લાવવામા આવી રહ્યું છે. તેથી મુન્દ્રા પોર્ટ પર વોચ ગોઠવાઈ હતી. ATS ની ટીમે ચેક કરતા કપડાની આડમાં છુપાવાયેલુ 70 કિલો ડ્રગ્સ મળ્યુ હતું. જેની માર્કેટ કિંમત 350 કરોડથી વધુની છે. આ કન્ટેનર દુબઈના જેબેલ અલી પોર્ટથી આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો, આજી નદી ગાંડીતૂર બની
કચ્છના મુંદ્રામાંથી 350 કરોડથી વધુનું 70 કિલો હેરોઈન ડ્રગ્સ ગુજરાત ATSએ ઝડપ્યું#BREAKING #Kutch #Gujarat pic.twitter.com/fZsdJGPnUa
— Zee 24 Kalak (@Zee24Kalak) July 12, 2022
CFSમાં કન્ટેનર અંગે ATSને ચોક્કસ બાતમી મળી હતી, જેમાં ચેકિંગ કરતા તેમાંથી ડ્રગ્સ મળ્યુ હતું. હાલ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કે, આ કન્ટેનર કોણે મંગાવ્યુ હતું અને કોણે મોકલ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે