Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણામાં બનાવાયું ૮ ફૂટ ઉંચું રૂદ્વાક્ષનું શિવલિંગ, જાણો રૂદ્વાક્ષનો મહિમા

61 હજાર પંચમુખી રુદ્રાક્ષના મણકાનું શિવલિંગ અહી મંદિર પરિસરમાં તૈયાર કરાયું છે. આ શિવલિંગની પૂજા દરરોજ સવાર સાંજ સાથે ભક્તો દ્વારા અને મંદિરના પુજારી દ્વારા કરવામાં આવે છે.

મહેસાણામાં બનાવાયું ૮ ફૂટ ઉંચું રૂદ્વાક્ષનું શિવલિંગ, જાણો રૂદ્વાક્ષનો મહિમા

તેજસ દવે/ મહેસાણા: મહેસાણા જિલ્લામાં ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બાંધવા માં આવેલા ગણપતિ મંદિરમાં શ્રાવણ માસને લઇને રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવવા માં આવ્યું છે. આ શિવલિંગ મંદિર પરિસર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં રોજ પૂજન પણ કરવામાં આવે છે. જ્યારે શ્રાવણ માસ બાદ આ પંચમુખી રુદ્રાક્ષને મહેસાણાના ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. જ્યારે ૮ ફૂટના રુદ્રાક્ષ શિવલિંગમાં ૬૧ હાજર કરતા પણ વધુ  રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

fallbacks

મહેસાણા શહેરમાં જુના ફુવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવન ભોળા શંભુને રીજવવા માટે એક મહાકાય શિવલિંગ બનવામાં આવ્યું છે. 61 હજાર પંચમુખી રુદ્રાક્ષના મણકાનું શિવલિંગ અહી મંદિર પરિસરમાં તૈયાર કરાયું છે. આ શિવલિંગની પૂજા દરરોજ સવાર સાંજ સાથે ભક્તો દ્વારા અને મંદિરના પુજારી દ્વારા કરવામાં આવે છે.

ભગવાન શિવને અતિ પ્રિય રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રોમાં ઉલેખાયો છે. કહેવાય છે કે શિવની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષ ના મણકા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેના અલગ અલગ પ્રભાવ પણ છે. આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરના પુજારી લાલાજી મહારાજની નિશ્રામાં રુદ્રાક્ષના આ શિવલિંગના દર્શનનો લ્હાવો શિવભક્તોને મળી રહ્યો છે.

શ્રાવણ માસ દરમિયાન રોજ બપોરે 2 થી 4 સિવાયના સમયમાં દર્શન આ રુદ્બાક્ષ શિવલિંગના ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભગવાન શિવના આ મહાકાય શિવલિંગના પ્રસાદમાં ખાસ કરીને પંચમુખી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક રીતે આ રુદ્રાક્ષ પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. માનસિક સ્વાસ્થ સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી આ રુદ્રાક્ષ બચાવે છે. જપ-તપમાં સૌથી વધુ તેનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે મહેસાણાની જનતાને આ પ્રસાદરૂપી મણકાને પ્રાપ્ત કરીને ઘર અને સમાજમાં ધન્યતા મળશે તેમ કહીએ તો નવાઈ નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More