અમદાવાદ :એક જ દિવસમાં 8 નવા કેસ સાથે અમદાવાદ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) નું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગે છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના નવા કેસના આંકડો આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા જાહેર કરાયો છે. જેમાં એક જ દિવસમાં 8 નવા કેસોનો ઉમેરો થયો છે. આ તમામ કેસ અમદાવાદ (Ahmedabad) ના જ છે. 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે અમદાવાદીઓ માટે ચિંતાજનક બાબત કહેવાય. જેથી સમજી શકાય કે અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. જો અમદાવાદીઓ સજાગ નહિ રહે અને લોકડાઉનનું ગંભીરતાથી પાલન નહિ કરે તો આ આંકડો સતત વધી શકે છે.
અમદાવાદના નવા 8 કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનો આંકડો 82 પર પહોંચી ગયો છે.
નવા 8 દર્દી કોણ
ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે.
આ ઉપરાંત હાલ અમદાવાદમાં પણ તબગિલી જમાતના કાર્યક્રમમાં ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. જો આ લોકો દ્વારા લોકલ ટ્રાન્સમિશન વધશે તો કોરોનાના આંકડો અમદાવાદમા હજી વધી શકે છે. આવામાં ગુજરાત પોલીસ પણ આ લોકોને શોધવામાં આકાશપાતાળ એક કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે