Home> Gujarat
Advertisement
Prev
Next

પાકિસ્તાન જેલમાંથી ગુજરતના 80 માછીમારો મુક્ત, દિવાળીના દિવસે પરિવારોમાં ખુશીનો માહોલ

માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી. 80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો

પાકિસ્તાન જેલમાંથી ગુજરતના 80 માછીમારો મુક્ત, દિવાળીના દિવસે પરિવારોમાં ખુશીનો માહોલ

ઝી બ્યુરો/વડોદરા: ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે,ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.

fallbacks

અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય.. દિવાળી પર PM મોદીએ શેર કર્યા અયોધ્યાના PHOTOs

મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક જીગ્નેશકુમાર, ડો.ધ્રુવ દવે, કૌશિક દવે, પરવેઝ ઝીલાની,ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો  કબજો મેળવ્યો હતો. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.

દિવાળીની રાત્રે 11:30 થી 12:30 વાગ્યાની વચ્ચે કરો આ ઉપાય, આખું વર્ષ ભરેલી રહેશે તિજો

માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી. 80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.

ખળભળાટ! અ'વાદમાં કંઈક મોટું થવાનું હતું, પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું મોટું કારસ્તાન

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં ગીર સોમનાથના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હવે આ માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.

તહેવારોમાં ઘર બંધ કરી જતા હોય તો સાવધાન! 40 તોલા સોનું, 1800 ગ્રામ ચાંદી, 7 લાખ રોકડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More