Home> Gujarat
Advertisement
Prev
Next

પરપ્રાંતિયોને લઈને આજે સુરતથી 9 ટ્રેનો દોડશે

સુરતમાં કોરોના (Coronavirus) ના કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. પરંતુ હાલ સુરત (Surat) માં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયો (migrants) ને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, તો બસોનું પણ આયોજન કરાયું છે. ત્યારે આજે સુરતથી સૌથી વધુ 9 ટ્રેન પરપ્રાંતિયોને લઈને વિવિધ રાજ્યોમાં જવા રવાના થશે. આજે ઊત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ રાજ્યોમાં જવા માટે કુલ 9 ટ્રેન નીકળશે. 

પરપ્રાંતિયોને લઈને આજે સુરતથી 9 ટ્રેનો દોડશે

ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોના (Coronavirus) ના કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. પરંતુ હાલ સુરત (Surat) માં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયો (migrants) ને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, તો બસોનું પણ આયોજન કરાયું છે. ત્યારે આજે સુરતથી સૌથી વધુ 9 ટ્રેન પરપ્રાંતિયોને લઈને વિવિધ રાજ્યોમાં જવા રવાના થશે. આજે ઊત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ રાજ્યોમાં જવા માટે કુલ 9 ટ્રેન નીકળશે. 

fallbacks

બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ

કઈ ટ્રેન ક્યારે નીકળશે 

  • ઉત્તર પ્રદેશ માટેની ટ્રેનનો સમય બપોરે 2:30, સાંજે 5:30, રાત્રે 8:30 અને રાત્રે 11:30 ( પ્લેટફોર્મ નંબર : 4 )
  • ઓરિસ્સા માટેનો સમય સવારે 10:00 બપોરે 1:00 અને સાંજે 4:00
  • ઝારખંડ માટે સાંજે 7:00, બિહાર માટે રાત્રે 10:00 કલાકે
  • ઉત્તર પ્રદેશની બે ટ્રેન ગોરખપુર અને બે પ્રયાગરાજ જશે

બાળકોને હાથમાં તેડી, બિસ્તરા-પોટલા ઉંચકી ગોધરા રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયોઓ વતન જવા નીકળ્યા 

ઉલ્લેખનીય છે કે, સુરતમાં પરપ્રાતીયોની હાલત હાલ અત્યંત ખરાબ છે. પરપ્રાંતિયોને ટિકીટ મેળવવા માટે ધક્કા ખવડવામાં આવી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી દોડાવવામાં આવી રહ્યાં છે. તો કલેક્ટર કચેરી પર કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. તેઓને કચેરીથી ભગવવામાં આવી રહ્યા છે. ગઈકાલે સુરતના પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતિયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. 1000થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ કાબૂમાં ન રહેતા પોલીસે ટિયર ગેસ છોડ્યા હતા. પોલીસે મહામહેનતે સમગ્ર સ્થિતિને કાબૂમાં લીધી હતી. 

તો બીજી તરફ, આજે સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવી શકે છે. રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાનાર છે. સુરતમાં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થશે. આ માટે ગાંધીનગરની કમિટીની ટીમ સુરત આવશે. જેમાં આરોગ્ય મંત્રી કુમાર કાણાની અને મહેન્દ્ર પટેલ પણ સામેલ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More