કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટમાં દુખાવાથી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું સામે આવ્યું જેની સામે સ્થાનિક તબીબોએ સર્જરી કરી હતી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગઈ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું.
ગુજરાતમાં આજે આ 19 જિલ્લામાં ભારે વરસાદનું ભયાનક એલર્ટ; જાણો મેઘો ક્યાં મચાવશે તબાહી
આમ સ્થાનિક સર્જને અમદાવાદ જેવા મોટા શહેરોની હોસ્પીટલમાં બતાવવા કહ્યું. અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે બાળકીને લાવવામાં આવી. જીસીએસ હોસ્પિટલમાં ડૉ. સંકેત દેસાઈ (કન્સલ્ટન્ટ - સર્જિકલ ઓન્કોલોજી) અને ડૉ. જતીન જાદવ (પીડિયાટ્રિક સર્જન) ની આગેવાની હેઠળ આ સર્જરી કરવામાં આવી.
હાય રે ગરીબી! બળદ ન પોસાતો હોવાથી વૃદ્ધ ખેડૂત જાતે હળ સાથે જોતરાયો, રોવડાવી દેશે આ..
પ્રિસેક્રલ ગેંગલિઓન્યુરોમા નામના દુર્લભ અને બિન-કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી છે. આ એક ટ્યુમર છે જે ખૂબ અસામાન્ય છે કારણકે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં 30 થી ઓછા કેસ નોંધાયા છે. તેમાંથી પણ માત્ર 6–8 કેસ બાળકોમાં નોંધાયા છે. જે આ કેસને ખૂબ જ વિલક્ષણ અને તબીબી દૃષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે. આ ગાંઠ મૂત્રાશય અને મળાશયની નજીક પેલ્વિક કેવિટીમાં ડે સુધી હતી. જેનું કદ 10 x 10 x 7.5 સે.મી. હતું. જેના કારણે ઓપરેશન ખૂબ જ ક્રિ્ટિકલ હતું. કારણકે નસોને નુકશાન થવાની શક્યતા હતી.અને મોટા આંતરડા સાથે ચોંટેલી હતી તેને પણ નુકશાન થાય તેમ હતું.
છોતરાં કાઢી નાંખશે! આજનો દિવસ ગુજરાતના આ 2 જિલ્લા માટે ભારે; એક સાથે બે સિસ્ટમ વિનાશ
2016માં પોંડિચેરીમાં એક 14 વર્ષના બાળકને 14 × 11 × 10 સે.મી.ના પ્રિસેક્રલ ગેન્ગ્લિઓન્યુરોમા હોવાનું નિદાન થયું હતું અને ટ્રાન્સએબ્ડોમિનલ એક્સ્ટ્રાપેરીટોનિયલ અભિગમ દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી - જે આવા કેસોની સર્જિકલ પડકાર અને દુર્લભતા પર ભાર મૂકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે