Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પહેલા 4 વર્ષની બાળકી હવે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, હેવાને ખેતરમાં કપડાં ફાડ્યા...

રાજ્યમાં ગુનાઓની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં એક 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં હેવાને ખેતરમાં લઈને કપડાં ફાડીને દુષ્કર્મ આચર્યું છે.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પહેલા 4 વર્ષની બાળકી હવે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, હેવાને ખેતરમાં કપડાં ફાડ્યા...

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ પહેલા બાયડના સાઠંબા વિસ્તારમાં 4 વર્ષની બાળકીને ફૂવાએ દુષ્કર્મ આચાર્યું હતું. હવે મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 

fallbacks

ભારે વરસાદ માટે તૈયાર રહો! ગુજરાત સહિત આ 8 રાજ્યો માટે ભયાનક આગાહી, નવાજૂનીના સંકેત

જ્યાં ઈસરી પોલીસ વિસ્તારમાં 13 વર્ષની સગીરાને ઘરેથી થોડી દુર આવેલી દુકાનમાં નાસ્તાનું પેકેટ લેવા ગઈ હતી. જ્યાં નરાધમે આ 13 વર્ષની સગીરા સાથે ઝંપાઝપી કરી હતી. ત્યારબાદ આ સગીરાને ગામ નજીક ખેતરે લઈ જઈ 13 વર્ષની સગીરાના કપડાં ફાડી દુષ્કર્મ આચાર્યું હતું. આ સગીરાને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

દીકરીને વિદેશ પરણાવવાના અભરખા વડોદરાના પરિવારને ભારે પડ્યા! સામે આવી કાળી હકીકત

નરાધમે આટલેથી અટક્યો નહોતો, તેણે દુષ્કર્મ આચાર્યું ત્યારબાદ સગીરા ગંભીર હાલતમાં ઘરે  પહોંચી હતી. સગીરાની માતાએ સમગ્ર ઘટના વિશે પૂછતાં માલુમ પડ્યું કે 13 વર્ષની સગીરા પર એક હેવાને દુષ્કર્મ આચાર્યું છે. ત્યાર બાદ સગીરાની માતા દ્વારા ઈસરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે પોકસો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રંગ બદલતો મિતુલ ત્રિવેદી, ઈસરોનો કર્મચારી હોવાનો દાવો કરનારને પોલીસનું તેડું આવ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More