Home> Gujarat
Advertisement
Prev
Next

અંધવિશ્વાસમાં અંધ બન્યો પિતા! બલી ચડાવવા કાળજાના કટકારૂપ દીકરીની હત્યા, મંત્ર વિદ્યાથી જીવિત કરવા...

ગીર સોમનાથના ધાવા ગામમાં ચકચારી ઘટના બની છે. જેમાં 14 વર્ષીય સગીરાની પાંચ દિવસ પૂર્વે બલી ચડાવવા હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ છે. ત્યારબાદ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ થયા હતા.

અંધવિશ્વાસમાં અંધ બન્યો પિતા! બલી ચડાવવા કાળજાના કટકારૂપ દીકરીની હત્યા, મંત્ર વિદ્યાથી જીવિત કરવા...

ગીર સોમનાથ: ગુજરાતમાં અંધશ્રધ્ધાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગીર સોમનાથના ધાવા ગામે ચકચારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથના ધાવા ગામમાં પિતાએ પોતાની વ્હાલસોઈ 14 વર્ષીય દીકરીની બલી ચડાવવા માટે હત્યા કરવામાં આવી હોય તેવી ચર્ચા ફેલાઈ છે. પાંચ દિવસ પૂર્વે બલી ચડાવવા સગીરાની હત્યા કરાયાની ચર્ચા વાયુવેગે ફેલાઈ છે. 

fallbacks

એટલું જ નહીં, સગીરાને ત્યારબાદ મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે. પરંતુ તેમાં નિરાશા હાથ લાગતા સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ ઘટનામાં બાળકીના પિતા સહિત કેટલાક શખ્સોની પોલીસે અટકાયત કરવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ધાવા ગામમાં ચકચારી ઘટના બની છે. જેમાં 14 વર્ષીય સગીરાની પાંચ દિવસ પૂર્વે બલી ચડાવવા હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ છે. ત્યારબાદ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ થયા હતા. પરંતુ દુર્ભાગ્યવશ તેમાં નિરાશા હાથ લાગી હતી, જેથી સગીરા જીવિત ના થતાં મૃતદેહને સળગાવી દેવાયાની ચર્ચા ચાલી રહી છે.

ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમા ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા અને છેલા 6 મહિનાથી અહીં વતનમા આવ્યા હતા. ભાવેશ ભાઈની 14 વર્ષની બાળકી ધૈરયા જે ધોરણ 9મા અભાયસ કરતી હતી. પરન્તુ 8મા નોરતા એ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને હાલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

હાલ પોલીસે ભાવેશ ભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી છે. શેરડીના વાડમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામા વિટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. 

સમગ્ર ઘટનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જેમાં બાળકીના પિતા સહિત કેટલાક શખ્સોની પોલીસે અટકાયત કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More