Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ગળા પર ઇજાના નિશાનથી આ રીતે ફૂટ્યો ભાંડો!

સુરત જિલ્લામાં છાશવારે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. વધુ એક દુષ્કર્મની ઘટના સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનવા પામી હતી. 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સુરતમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ગળા પર ઇજાના નિશાનથી આ રીતે ફૂટ્યો ભાંડો!

સંદીપ વસાવા/માંગરોળ: સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરાના ગળાના ભાગે ઇજાના નિશાન માતાપિતા જોઈ જતા સમગ્ર ઘટના બહાર આવી છે. દુષ્કર્મના આરોપીને કોસંબા પોલિસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી હતી. 

fallbacks

ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

સુરત જિલ્લામાં છાશવારે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. વધુ એક દુષ્કર્મની ઘટના સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનવા પામી હતી. 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરા જ્યારે પોતાના ઘરે ગઈ તે દરમ્યાન સગીરાના ગળાના ભાગે ઇજા નિશાન દેખાતા માતા પિતાને શંકા ગઇ હતી. અને સગીરા દીકરીની પૂછપરછ કરી હતી. ત્યારે સગીર દીકરી એ માતા પિતા સામે સમગ્ર કેફિયત રજૂ કરી હતી. 

ગુજરાતમાં 1500થી વધુ લોકો માટે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં 5000 કરોડના MoU

માતા પિતા ઘટનાની ગંભીરતા સમજી કોસંબા પોલીસને જાણ કરી હતી. કોસંબા પોલીસ ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં યુવક મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કોસંબા વિસ્તારમાં રહેતો 21 વર્ષીય સોહિલ રિઝવણ પઠાણ હોવાનું જણાવ્યું હતું અને તે પોતે નાસ્તાની દુકાન ચલાવતો હોવાની સામે આવ્યું હતું. 

ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો! અમેરિકાના આ 3 રાજ્યમાં મા ઉમાનું ભવ્ય મંદિર બનશે

યુવક છેલ્લા ઘણા મહિનાથી સગીરાના સંપર્ક કરતો હતો. સગીરાને લલચાવી ફોસલાવી પોતાના મિત્રના ફ્લેટ પર લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલાત કરી હતી. હાલ કોસંબા પોલીસે સોહેલ પઠાણને જેલ હવાલે કર્યો હતો. પોલીસે આરોપી સોહેલ પઠાણ સામે પોકસો એક્ટ ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે. 

મળો ગુજરાતના આનંદ કુમારને; 4 વર્ષથી ફીમાં આપે છે ટ્રેનિંગ, 300થી વધુ યુવાનોને રોજગાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More