ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની 16 વર્ષની સગીરાનું અપહરણ કરી ગોંડલના વિધર્મી શખ્સે એક મહિના સુધી ગોવા હોટલોમાં લઇ જઈ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સગીરાના વાલીને જાણ થતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અરમાન ગોદાણી વિરુધ્ધ દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપીએ સગીરાનો ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કેળવી પ્રેમ જાળમાં ફસાવી ગોવા લઇ જઇ હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
લો બોલો! ગુજરાતના શિક્ષકો શું શું કરશે? ઘેલા સોમનાથમાં અપાઈ મોટી જવાબદારી, વિવાદ થતા
ઉલ્લેખનીય છે કે આરોપીએ પોતાનો મોબાઈલ વેંચી રૂપિયા મેળવી બાદમાં સગીરાને પણ તેના ઘરેથી રૂપિયા લાવવાનું કહી તેના ઘરેથી ભગાડી ગોવા લઇ ગયો હતો અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી બાદમાં એક મહિના પછી સગીરાને પરત તેના ઘરે મૂકી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
બનાવ અંગે ભોગબનનાર 16 વર્ષની સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ અરમાન સલીમ ગોદાણીનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ, પોકસો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી તેના સંપર્કમાં આવ્યો હતો જે બાદ આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવ્યો હતો અને બંને સોશિયલ મીડિયામાં મેસેન્જર એપ મારફત વાતચીત કરતા હતા. દરમિયાન આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.
ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી! જાણો કયા વિસ્તારોમાં અપાયું છે રેડ એલર્ટ?
આ પછી એકાદ માસ પહેલા સગીરાને ફરી વખત લગ્ન કરવાની લાલચ આપી તેના વાલીના કાયદેસરના વાલીપણાંમાંથી અપહરણ કરી અવારનવાર અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. દરમિયાન તે સગીરાને ગોવા ખાતેની કલગુટ હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પાંચેક દિવસ પહેલા સગીરા પોતાના ઘરે આવતા વાલીએ તે ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતા સગીરા ભાંગી પડી હતી અને તેની સાથે થયેલ કૃત્ય અંગે પરિવારને જણાવતા પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો બનાવની જાણ થતા તુરંત જ પરિવાર ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી ગયો હતો.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર.મેઘાણીએ ભોગ બનનાર સગીરાની ફરીયાદ પરથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ગોંડલના અરમાનને દબોચી લઈ પૂછતાછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પ્રથમ રાજકોટમાં જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતો હોવાનું અને બાદમાં છેલ્લા એક વર્ષથી પરીવાર સાથે ગોંડલ રહેવા ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે જયારે પોતે ગોંડલમાં જ છૂટક મજૂરી કામ કરતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે.
રાજકારણનું એપીસેન્ટર બન્યું ગુજરાત! કેજરીવાલ બાદ હવે રાહુલ ફરી ગુજરાતની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે આરોપીએ સગીરા સાથે પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પોતે પોતાનો મોબાઈલ રૂ.17 હજારમાં વેંચી નાંખ્યો હતો અને સગીરાને તેના ઘરેથી પણ રૂ.10 હજાર લેવડાવી ગોવા ફરવા લઈ ગયો હતો જ્યાં એકાદ મહિના સુધી દુષ્કર્મ આચરી પરત આરોપી જ સગીરાને ઘરે ઉતારી નાસી છૂટ્યો હતો.
વલસાડ પોલીસને 38 વર્ષે મોટી સફળતા! 1988માં આરોપીએ સાથી કર્મચારીઓ સાથે કર્યો હતો કાંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે