Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતીના ઘરે કોઈ ના હોય ત્યારે હેવાન અવારનવાર સંતોષતો હવસ, અજીબોગરીબ રીતે ફૂટ્યો ભાંડો!

વાસણા પોલીસે ભાવિન વિરમગામિયા નામના યુવકની ધરપકડ કરી છે. 21 વર્ષીય આ યુવકે 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર ગુજાર્યું હતું દુષ્કર્મ.

યુવતીના ઘરે કોઈ ના હોય ત્યારે હેવાન અવારનવાર સંતોષતો હવસ, અજીબોગરીબ રીતે ફૂટ્યો ભાંડો!

ઉદય રંજન/અમદાવાદ: સ્કૂલમાં અભ્યાસ કરવા જતી સગીરાનો પીછો કરી એક નરાધમે તેને પોતાની માયાજાળમાં ફસાવી, અનહદ પ્રેમ કરતો હોવાનું જણાવી વાતચીત શરૂ કરી અને બાદમાં શરૂ કરી હેવાનિયત..સગીરાના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ અવારનવાર પોતાની હવસ સંતોષી, જોકે અંતે સગીરા ગર્ભવતી થઈ અને તેણે બાળકને જન્મ આપતા આરોપીનો ભાંડો ફૂટી ગયો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, કોણ છે આ શખ્સ અને શું છે સમગ્ર મામલો?

fallbacks

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ; હળવદમા ચારણબાઈ વિશે બોલ્યા વિવાદિત બોલ

વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ ભાવિન વિરમગામિયા છે. 21 વર્ષીય આ યુવકે 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીની કરતુત ત્યારે સામે આવી જ્યારે સગીરાને પેટમાં દુખાવો થતાં માતા હોસ્પિટલ લઈને પહોંચ્યા અને સગીરાએ પૂર્ણ મહિને પુરા મહિને એક બાળકને જન્મ આપ્યો. માતાએ પુત્રીની પૂછપરછ કરતા તેણે આરોપી અંગે તમામ હકીકત જણાવી દીધી. અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આ નરાધમની ધરપકડ કરવામાં આવી. 

હવે ગુજરાતમાં UCCની તૈયારી, લગ્ન-છૂટાછેડા માટે રજિસ્ટ્રેશન જરૂરી, ટૂંક સમયમાં તૈયાર

તેની માતાને જણાવ્યું કે તેની સોસાયટીની બાજુમાં આવેલ જડીબાનગરમાં રહેતો ભાવિન વિરમગામિયા એકાદ વર્ષ પહેલા સગીરા જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો. આરોપીએ પોતે પ્રેમ કરતો હોય તેવું જણાવી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરા પણ તેની વાતોમાં આવી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને વાતચીત શરૂ થઈ હતી. જે બાદ આરોપી ભાવિને સગીરાને ખૂબ જ પ્રેમ કરતો હોય અને તેની સાથે લગ્ન કરવા માંગતા હોય તેવી વાતો કરી હતી. અને સગીરા ઘરમાં એકલી હોય ત્યારે તેના ઘરમાં પ્રવેશી અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો. જેના કારણે પોતાને આ ગર્ભ રહી ગયો હોવાની કબુલાત સગીરાએ માતા સમક્ષ કરી હતી.

જૂના ચહેરાઓ પર ભાજપને ભરોસો! આ જિલ્લાઓમાં પ્રમુખ રીપિટ, હવે શહેર પ્રમુખના નામ પર નજર

આ મામલે વાસણા પોલીસે આરોપી ભાવિન વિરમગામિયાની ધરપકડ કરી તેની સામે પુરાવા એકત્ર કરવા માટે તેના DNA સેમ્પલ મેળવ્યા છે. અને આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં હવે આરોપીની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More