Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની 16 વર્ષીય ગર્લે 90 ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ, તેની આ રચનાની દેશ-વિદેશમાં પ્રશંસા

અત્યાર સુધી લોકોએ સ્વસ્તિના અનેક રૂપ જાયો હશે પરંતુ સુરતની 16 વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિની રચના કરી છે, તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીર પારેખે પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે

સુરતની 16 વર્ષીય ગર્લે 90 ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ, તેની આ રચનાની દેશ-વિદેશમાં પ્રશંસા

ચેતન પટેલ/ સુરત: અત્યાર સુધી લોકોએ સ્વસ્તિના અનેક રૂપ જાયો હશે પરંતુ સુરતની 16 વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિની રચના કરી છે, તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીર પારેખે પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. જેની તસવીર આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

fallbacks

આ પણ વાંચો:- પશ્ચિમ અમદાવાદના ઇસ્કોન પ્લેટીનમમાં કોરોના વિસ્ફોટ, 1150 લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

બંને હાથ અને પગને 90 ડિગ્રીમાં ટર્ન કરી રચ્યો સ્વસ્તિક પોઝ
ધોરણ 10ની વિદ્યાર્થીની અને 16 વર્ષીય હીર પારેખ એથ્લેટિક છે. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં ત્યાં સુધી તેણીએ એક સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. પરંતુ આજે સોશિયલ મીડિયામાં તેના એક ખાસ એથ્લેટિક પોઝની પ્રશંસા ખૂબ જ થઈ રહી છે. પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોઈ તેને આ સ્વસ્તિક પોઝની કલ્પના આવી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં હીર પારેખે પોતાના બંને હાથ અને પગને 90 ડિગ્રીમાં મૂકી સ્વસ્તિક પોઝ રચના કરી હતી.

આ પણ વાંચો:- કોરોના જંગ સામે વડોદરામાં આજથી શરૂ ડોર ટુ ડોર સર્વે, 8 દિવસમાં 18 લાખ લોકોની કરશે તપાસ

fallbacks

એથ્લેટિક હોવાના કારણે સહેલાથી બનાવ્યો આ પોઝ
આ અંગે હીર પારેખે જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાં લોકોમાં સર્જાયેલી નકારાત્મકતાને દૂર કરવા માટે આ ખાસ સ્વસ્તિ પોઝ બનાવ્યો છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. તેણે જણાવ્યું કે તે ક્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી લોકોને આ તસવીરના માધ્યમથી સકારાત્મક સંદેશ પહોંચાડવા માંગે છે.

આ પણ વાંચો:- સાબરકાંઠાના પ્રાંતિજમાં સજ્જડ બંધ, કોરોના સંક્રમણને અટકાવવા સ્વયંભૂ કરાયું બંધ

હીર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ સ્વસ્તિક પોઝ દેશના અનેક રાજ્યો સહિત અમેરિકા, ઈટલી સહિત અન્ય દેશોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More