Home> Gujarat
Advertisement
Prev
Next

17 વર્ષની તરૂણીએ 16 વર્ષની કામવાળીને કહ્યું ક્યારેય મોજ કરી છે કે નહી? અને પછી...

શહેરમાં ક્રાઇમના કિસ્સા તો વધી જ રહ્યા છે પરંતુ તરૂણોને લગતા ક્રાઇમના કિસ્સાઓમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં તરૂણોના ભાગી જવાતી માંડીને આત્મહત્યાના પ્રયાસો અને અવનવા ઉધામાની ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ પણ કેટલાક કિસ્સામાં તો વિચારમાં પડી જતી હોય છે અને આ ઘટનાના છેડા મેળવવામાં પોલીસને પણ આંખે અંધારા આવી જતા હોય છે. તરૂણો પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટથી પ્રેરાઇને અવનવા ગતકડાઓ કરતા રહેતા હોય છે. 

17 વર્ષની તરૂણીએ 16 વર્ષની કામવાળીને કહ્યું ક્યારેય મોજ કરી છે કે નહી? અને પછી...

અમદાવાદ : શહેરમાં ક્રાઇમના કિસ્સા તો વધી જ રહ્યા છે પરંતુ તરૂણોને લગતા ક્રાઇમના કિસ્સાઓમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં તરૂણોના ભાગી જવાતી માંડીને આત્મહત્યાના પ્રયાસો અને અવનવા ઉધામાની ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ પણ કેટલાક કિસ્સામાં તો વિચારમાં પડી જતી હોય છે અને આ ઘટનાના છેડા મેળવવામાં પોલીસને પણ આંખે અંધારા આવી જતા હોય છે. તરૂણો પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટથી પ્રેરાઇને અવનવા ગતકડાઓ કરતા રહેતા હોય છે. 

fallbacks

સબ સલામતણના બણગા ફૂંકતી પોલીસ: ઘાટલોડીયામાં તહેવારના ટાણે જ વૃદ્ધ દંપત્તીની હત્યાથી ચકચાર

જો કે અમદાવાદમાં એક ખુબ જ વિચિત્ર ઘટના બની હતી. જેના કારણે પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી ગઇ હતી. વટવા વિસ્તારમાં એક 17 વર્ષની એક તરૂણી 16 વર્ષની નોકરાણી સાથે ભાગી ગઇ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં પોલીસ પણ વિચારમાં પડી છે કે કોણ કોને લઇને ભાગી ગયું છે. જ્યારે ભાગી જનારી 17 વર્ષની સગીરાના ટુંક જ સમયમાં લગ્ન હતા તેમ છતા પણ તે કામવાળી તરૂણી સાથે ભાગી જતા હાલ તો પોલીસ પણ ફાંફે ચડી છે. 

DEESA માં ક્રિમિલેયર સર્ટી કઢાવવા ગયેલા વિદ્યાર્થીઓને TDO એ કહ્યું, શું કરવું છે મારી જેમ દારૂ પીવો મોજ કરો અને...

સગીરાના ટુંક સમયમાં લગ્ન હતા આ ઉપરાંત સગીરાને કોઇ સાથે અફેર હોવાનાં કારણે તેના માતા પિતાએ તેને માર માર્યો હતો. તરૂણીના ઝડપથી લગ્ન કરાવી દેવા માટેની તૈયારીઓ આરંભી હતી. જેના પગલે ટુંક સમયમાં જ તેના લગ્ન પણ થવાના હતા. જો કે ભાગી જનારી બંન્ને તરૂણીઓ સગીર હોવાની સાથે સાથે કોણ કોને ભગાડી ગયું તે બાબત પણ સ્પષ્ટ નહી હોવાનાં કારણે હાલ તો પોલીસે બંન્નેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બંન્ને રાજસ્થાન તરફ ભાગી ગઇ હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અજમેર તરફ તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More