તેજસ દવે/મહેસાણા: જિલ્લાના કડી પાસે આવેલા દેત્રોજ રોડ પર આવેલી નર્મદાની કેનાલમાં 2 પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાની મદદથી બંન્નેની લાશ બહાર કાઢી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રેમમાં અસફળતા મળતા 17 વર્ષીય બે પ્રેમી પંખીડાઓ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવનનો અંત લાવ્યા હતા. કડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાઇક લઇને આવેલા બે પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. બંન્ને પ્રેમી પંખીડાઓની છલાંગ લગાવતાની સાથે સ્થાનિક તરવૈયાઓએ બંન્નેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે બંન્નેના મોત થયા હતા.
લોકલ તરવૈયાઓ દ્વારા બંન્નેની લાશ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતા બંન્ને પ્રેમી યુગલોના પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીની બંન્નેના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે