Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમજાળમાં ફસાવનારાથી ચેતજો! અમદાવાદમાં યુવતીના પ્રેમનો આવ્યો આવો અંત, અનેક હોટલોમાં દુષ્કર્મ

યુવતીએ પ્રેમ સંબંધ બાંધવામાં સંમતિ બતાવ્યા બાદ બનેં એકબીજાને મળતા હતા, પરંતુ આ હેવાન પ્રેમીનો ઇરાદો કંઈક અલગ જ હતો. યુવતીની મનાઈ છતાં આરોપીએ અલગ સ્થળે લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
 

પ્રેમજાળમાં ફસાવનારાથી ચેતજો! અમદાવાદમાં યુવતીના પ્રેમનો આવ્યો આવો અંત, અનેક હોટલોમાં દુષ્કર્મ

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ સંબંધમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મની ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ નરોડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે યુવતીનું જીવન બરબાદ કરનાર કોણ છે આ હેવાન?

fallbacks

ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; આખા ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ

નરોડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ જય પટેલ છે. મૂળ નરોડામાં જ રહેતો આરોપી જય પટેલે બે વર્ષ પહેલાં ભોગ બનનાર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બે વર્ષ બાદ લગ્નનો ઇનકાર કરતા ભોગ બનનાર યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી જય પટેલની ધરપકડ કરી લીધી છે.

fallbacks

પિક્ચર અભી બાકી હૈ...ગુજરાતમાં ભલે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ, પણ હવે છે ભયાનક આગાહી!

સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી. તે દરમિયાન આ આરોપી જય પટેલ વારંવાર કોલેજની બહાર ઉભો રહીને યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે પ્રપોઝ કરતો હતો. યુવતીએ પ્રેમ સંબંધ બાંધવામાં સંમતિ બતાવ્યા બાદ બંને એકબીજાને મળતા હતા. પરંતુ આ પ્રેમીની ઇરાદો કંઈક અલગ જ હતો અને થોડોક સમય વીત્યા બાદ યુવતી પાસે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણીઓ કરતો હતો. 

સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ

યુવતી એ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ બહાર ફરવા જવાના બહાને બાઈક પર બેસાડીને હોટલના એક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આ આચર્યું હતું. આરોપીએ હદ તો ત્યાં વટાવી કે પોતાનું સ્વાર્થ પુરો થઈ ગયા પછી યુવતીની લગ્ન કરવાની ના પાડી અને જો તું કોઈને કહીશ તો તને અને તારા પરિવારની જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

fallbacks

ગરમ પાણી પીવાથી શરીરમાં જોવા મળે છે આ ફેરફાર, જાણો કેટલું ગરમ પાણી શરીર માટે છે જરૂર

જો કે, હાલ તો નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી કઈ કઈ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ હતું તેને લઈને તપાસ તેજ કરી છે. તેટલું જ નહીં અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અંતરિક્ષમાં ગુજરાતનો ડંકો! સૂર્યની સપાટી પર અભ્યાસ કરશે અમદાવાદનું આ ઇન્સ્ટ્રુમેન્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More